ખુદની માલિકીનું ખોરડું મળે તો સફાઈ-કામદાર વર્ગ નચિંત થઈ શકે

Published: 8th December, 2014 06:19 IST

માથા પર છત હોય તો કોઈ પણ વ્યક્તિ ચેનથી સૂઈ શકે છે. અને મુંબઈ જેવા શહેરમાં રહેઠાણ તરીકે નાનું ખોરડું હોવું એ પણ નસીબની વાત છે.



(બિન્દાસ બોલ- હરીશ ધારિયા સોશ્યલ વર્કર, મહાલક્ષ્મી)

એટલે જ મોટા ભાગે સફાઈ-કામગદર વર્ગનાં સંતાનો સારી ડિગ્રી હાંસલ કરવા છતાં ફક્ત માથા પરનું છાપરું સચવાઈ રહે એટલા પૂરતું પેઢી દર પેઢીથી ચાલતું આવેલું સફાઈનું કામ હાથમાં લઈ લે છે. આજે શિક્ષણ બાબતે આ સમાજમાં પણ સારીએવી જાગૃતિ આવી રહી છે. સફાઈ-કામદારો તેમનાં બાળકોને ઉચ્ચ અભ્યાસની તાલીમ આપવાની કોશિશ કરે છે છતાં સારી ડિગ્રી લેવા ઉપરાંત તેઓ ફરી સફાઈના કામમાં જ જોતરાઈ જાય છે. ખોરડું બચાવવા આપણે તો આ જ કામ કરવાનું છે એવી ગ્રંથિ બંધાઈ જવાને કારણે પણ ઘણી વાર બાળકોમાંથી ભણતર બાબતે રસ ઊઠી જાય છે અથવા તો તેઓ અભ્યાસ બાબતે આંખ આડા કાન કરી બેસે છે. આજે દાયકાઓથી સૌરાષ્ટ્રના અનેક ખૂણેખાંચરેથી આ તમામ લોકો અહીં આવીને વસ્યા છે અને વર્ષોથી આ કામમાં જાતને ઘસી નાખવા છતાં તેમને માલિકીનું ઘર નથી મળી શક્યું. આખા મુંબઈના અનેક ક્વૉર્ટર્સમાંથી ફક્ત તુલસીવાડી ખાતેના રહેવાસીઓને તેમની માલિકીનાં ઘર મળ્યા છે. આ જ રીતે મુંબઈના તમામ સફાઈ-કામદારોને તેમનો હક મળી જાય તો તેમનાં સંતાનો પણ શ્રેષ્ઠતમ અભ્યાસ કરી સમાજમાં આગળ આવી શકે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK