સેક્સ માત્ર કુદરતી આવેગ જ છે શું?

Published: 8th December, 2014 06:15 IST

અન્ય જીવો માટે સેક્સ માત્ર એક આવેગ જ છે, સંતાનો પેદા કરવાનું માધ્યમ જ છે. માણસે એને એન્જૉયેબલ બનાવવાના અનેક સફળ ઉપાયો ગોતી કાઢયા છે


સોશ્યલ સાયન્સ- રોહિત શાહ

સેક્સના આવેગની રચના કુદરતે કયા હેતુથી કરી હશે : છોકરા પેદા કરવાના હેતુથી કે પછી માત્ર એન્જૉય કરવાના હેતુથી? સેક્સ દ્વારા આ બન્ને હેતુ સિદ્ધ થાય છે, પણ કુદરતને કયો હેતુ મંજૂર છે? કેટલાંક કપલને મૅરેજનાં ઘણાં વર્ષો વીતી જવા છતાં સંતાન નથી હોતું. એવાં કપલ સેક્સ તો એન્જૉય કરતાં જ હોય છે, પરંતુ કોઈક ખામીને કારણે તેઓ મમ્મી-પપ્પા બની શકતાં નથી. સંતાન પેદા થાય એ માટે શક્ય તમામ પ્રયત્નો અને પ્રયોગો ક્ર્યા પછીયે જો પરિણામ ન મળે તો પછીથી એવાં કપલને ધીમે-ધીમે સેક્સમાંથી ઇન્ટરેસ્ટ ઓછો થઈ જાય છે. તેમના માટે એ ‘વ્યર્થ ઉદ્યમ’ જ બની રહે છે!

બીજી તરફ કેટલાંક કપલને સંતાનની જમર ન હોય તો પણ વારંવાર પ્રેગ્નન્સી રહી જાય છે અને અબૉર્શન કરાવવા જવું પડે છે. આવાં કપલ સેક્સ એન્જૉય કરતી વખતે ખૂબ અલર્ટ રહે છે છતાં પ્રેગ્નન્સી રહી જાય છે. સેક્સનો આવેગ એટલો પ્રબળ હોય છે કે એ ક્ષણે સજાગતા પણ બેબસ બની જાય છે.બહુ ઓછાં કપલ પોતાના પ્લાન મુજબ સેક્સ પણ એન્જૉય કરે છે અને સંતાન પણ પેદા કરે છે. એમ કરવામાં દરેક વખતે સફળતા મળે જ એવું નથી હોતું.

સેક્સનો આવેગ કુદરતે પ્રત્યેક જીવમાં મૂકેલો છે જ, પરંતુ માણસ સિવાયના તમામ જીવ એને માત્ર એક આવેગ મપે જ અપનાવે છે, આનંદ મપે નહીં! માણસે સેક્સને માત્ર કુદરતી આવેગ જ નથી રહેવા દીધો, એને આનંદનું એક મહત્વનું સાધન બનાવી દીધો છે. વારંવાર ઉત્તેજના અનુભવવી, વારંવાર સેક્સ માણવું આ કામ માત્ર માણસ જ કરે છે. અન્ય જીવો તો કુદરતી રીતે આવેગ આવે ત્યાં સુધી શાંત રહે છે. કોઈ પશુ-પક્ષી કદી એના વિજાતીય પાત્ર સામે બૂરી કે ગંદી નજરથી જોતાં હોય એવું તમને જોવા નહીં જ મળે! જ્યારે માણસ તો ગમે તેટલો ધરાયેલો હશે તોય વધારે સારું વિજાતીય પાત્ર મળશે ત્યારે તેના પ્રત્યે ખેંચાશે જ!અલબત્ત, સેક્સને કન્ટ્રોલ કરવાનું પણ માણસ જ કરી શકે છે. હાથી જ્યારે સેક્સનો આવેગ અનુભવે છે ત્યારે હાથણીની ખોજમાં જંગલ ફરી વળે છે. જો એને હાથણી ન મળે તો એ આક્રમક થઈ જાય છે. ઘણી વખત વૃક્ષો ઉખાડી ફેંકે છે, કાં તો સામે આવેલા નાના-મોટા જીવો પર એ આક્રમક હુમલાઓ કરે છે.

વાઘ-સિંહ વગેરે પણ સેક્સના આવેગની ક્ષણે ભારે ખૂંખાર બની જતા હોય છે. એમાંય જો માદા એક જ હોય અને નર એક કરતાં વધારે હોય ત્યારે માદાને મેળવવા ભારે લડાઈ થાય છે. ક્યારેક નર પોતાના સેક્સ-આવેગમાં કોઈ રુકાવટ ન આવે એ કારણે માદાનાં અગાઉનાં બચ્ચાંને જ મારી નાખે છે, જેથી એ નવાં બચ્ચાં પેદા કરવા માટે એની સાથે મિલન કરવા તૈયાર થાય!પણ કબૂતરની સેક્સ-કહાણી બડી વિચિત્ર છે. કબૂતર તો જીવે ત્યાં સુધી બસ, આ એક જ કામ કરે છે. તમારા ઘરમાં કે તમારી ઑફિસમાં જો કબૂતરે માળો કર્યો હશે તો તમને અનુભવ થયો જ હશે કે એ માળો કદી ખાલી નહીં થાય! કબૂતર-કબૂતરી સતત સેક્સ કરતાં રહે છે અને ઈંડાં મૂકતાં રહે છે. ઈંડામાંથી બચ્ચું બહાર આવે કે તરત નવાં ઈંડાં મૂકવાની પ્રોસેસ શમ થઈ જાય છે.

આ બધું સાચું, પણ જેવી રીતે ભોજનને ટેસ્ટફુલ બનાવવામાં અન્ય તમામ જીવો કરતાં માણસ આગળ રહ્યો છે એમ સેક્સને પણ વધુમાં વધુ એન્જૉયેબલ બનાવવામાં માણસ જ સૌથી આગળ રહ્યો છે. તેણે સેક્સનાં અનેક આસનો બનાવ્યાં, બ્લુફિલ્મો-પૉર્ન ફિલ્મો બનાવી, સેફ સેક્સનાં સાધનો બનાવ્યાં, યોગ્ય વિજાતીય પાત્ર ન મળે તોય ભરપૂર સેકસએન્જૉય કરી શકાય એવાં સાધનો-રમકડાં બનાવ્યાં. હસ્તમૈથુન અને મુખમૈથુન જેવી ઘટનાઓ પશુ-પંખીઓમાં કદીયે જોવા મળતી નથી, કારણ કે એમના જગતમાં સેક્સ એન્જૉય કરવાનું માધ્યમ છે જ નહીં! એમના માટે તો સેક્સ એક પ્રકારનો કુદરતી આવેગ જ છે અને સંતાનો પેદા કરવાના હેતુથી જ એ સ્વીકારવામાં આવે છે.

માણસે સેક્સના આવેગને પ્રથમ આનંદ મપે અને સેકન્ડરી સંતાનો પેદા કરવા માટે સ્વીકાર્યો છે. આ કારણે બળાત્કાર જેવી ઘટનાઓ પણ બને છે. અન્ય જીવોમાં બળાત્કાર હોતો જ નથી. નર ગમે તેટલો આવેગમાં આવ્યો હશે તોય માદાની મરજી (એટલે કે માદાની શારીરિક સ્થિતિ) સૂંઘીને નક્કી કર્યા પછી જ એ સેક્સ શમ કરશે. માદા સેક્સ માટે તૈયાર નહીં હોય ત્યારે એ પ્રયત્ન જ નહીં કરે. પશુ-પંખીઓમાં બળાત્કાર ન હોવાનું એક કારણ એ પણ છે કે, એમની દુનિયામાં લગ્નજીવન નથી, એકપત્નીવþત કે એકપતિવþત નથી. ગમે તે વિજાતીય પાત્ર સાથે સેક્સ એન્જૉય કરવાની આઝાદી છે. જોકે એમાં હરીફોનું જોખમ પણ રહે છે. હરીફો સાથે સેક્સ બાબતે વારંવાર સંઘર્ષ-ઘર્ષણમાં ઊતરવું પડે છે.એક બીજો ડિફરન્સ એ છે કે પશુ-પંખી કપડાં પહેરતાં નથી એટલે પરસ્પરનાં અંગો જોઈને અટ્રૅક્ટ થવાનુંય રહેતું નથી. માણસે મર્યાદા માટે કપડાં બનાવ્યાં અને ફૅશનના બહાને કપડાંની એવી ડિઝાઇનો કરી કે જેથી સ્ત્રીનાં અંગો વધુ માદક-ઉત્તેજક દેખાય. મર્યાદા માટે બનાવેલાં કપડાં સ્વયં બહેકાવનારી ચીજ બની ગયાં છે!

આ પણ એક કારણ

સેક્સને એન્જૉયેબલ બનાવવામાં કેટલાક કહેવાતા ધર્મગુરુઓએ વિશેષ ફાળો આપ્યો છે. એ લોકોએ બ્રહ્મચર્યનો એટલોબધો પ્રચાર કર્યો કે લોકો ગુમરાહ થઈ જાય. સેક્સની વાત તો છોડો, પરાઈ સ્ત્રી તરફ નજર કરવામાંય પાપનાં પોટલાં બંધાઈ જવાનો તેમણે ડર પેદા કરી નાખ્યો. મનોવિજ્ઞાનનો એક નિયમ છે કે મનને તમે જે કામ નહીં કરવા કહેશો અથવા જે કામથી દૂર રહેવા કહેશો એના તરફ એ વધુ પ્રબળ આકર્ષણ અનુભવશે. સેક્સ બાબતેય એવું જ થયું છે. બ્રહ્મચર્યનો મહિમા એટલોબધો ગવાયો કે સેક્સ પ્રત્યે અટ્રૅક્શન પ્રબળ થતું રહ્યું. જે હોય તે, સેક્સ જેટલી એન્જૉયેબલ ચીજ જગતમાં બીજી કોઈ નથી! એક તો સાવ મફતમાં અને વળી પરાકાષ્ઠાની ક્ષણે તો સ્વર્ગનેય ભુલાવી નાખે એવો અનેરો આહ્લાદ! વાહ સેક્સ વાહ!

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK