સેવા કરવા માટે છેલ્લી ઘડી સુધી કમાવા માગે છે આ બાપુજી

Published: Dec 08, 2014, 06:14 IST

મુલુંડમાં રહેતા નટવરલાલ પંડ્યાને સતત પ્રવૃત્તિમય રહેવું ગમે છેપીપલ-લાઇવ- કૃપા પંડ્યા

૧૯ સપ્ટેમ્બરે મુલુંડના ગોવર્ધનનગરમાં રહેતા નટવરલાલ પંડ્યા ૭૬મા વર્ષમાં પ્રવેશ્યા. તેમનો બે દીકરા, બે વહુઓ અને બે પૌત્ર અને બે પૌત્રીથી ખિલખિલાટ કરતો પરિવાર છે. તેમને એક દીકરી પણ છે જેનાં લગ્ન થઈ ગયાં છે અને તેને પણ બે દીકરાઓ છે. તેમને ઘરવાળા અને બહાર બાપુજી કહીને બોલાવે છે. સવારે સાત વાગ્યે ઊઠીને ન્યુઝપેપર વાંચવાનો બાપુજીનો નિયમ છે. એ પછી જમી-પરવારીને ૧૨ વાગ્યે ઑફિસ જવા નીકળે છે. બાપુજીને આખો સમય પ્રવૃત્તિમય રહેવું ખૂબ ગમે છે. એ સાથે સેવાના કાર્યમાં પણ એટલા જ આગળ પડતા છે.

 મુંબઈ જોયું હતું મુંબઈ

૧૯૫૭માં બાપુજી ગુજરાતથી લ્લ્ઘ્ પાસ કરીને પહેલી વાર મુંબઈ આવ્યા હતા. તે કહે છે, ‘મે મુંબઈ માત્ર નકશામાં જ જોયું હતું. મુંબઈ આવી મને તરત મસ્જિદ બંદરમાં કાનજી મનજી મેવાવાલાને ત્યાં મહિને ૬૦ મપિયામાં અકાઉન્ટન્ટની નોકરી મળી ગઈ જે મેં ૧૨ મહિના કરી. પરંતુ કંપની સૅલરી નહોતી વધારતી એટલે એ નોકરી છોડીને દયાશંકર દેવશંકર ઍન્ડ કંપનીમાં ૭૫ મપિયામાં જોડાયો. ત્યાં પણ અકાઉન્ટ જ જોતો હતો. દયાશંકર દેવશંકર કંપનીમાં મે દોઢ વર્ષ નોકરી કરી. એ પછી છેલ્લાં પંચાવન વર્ષથી જુગલનાથ દામોદર મોદી કંપનીમાં કંપનીનું અકાઉન્ટ જોઉં છું અને એ સાથે તેમનાં ઇન્કમ ટૅક્સનાં કામ, બીજાં ગવર્નમેન્ટનાં કામ પણ જોઉં છું.’ 
બાપુજી રોજ બપોરના ૧૨ વાગ્યાથી લઈ સાંજે ૭ વાગ્યા સુધી ઑફિસમાં કામ કરે છે. ૯ વાગ્યે ઘરે આવીને જમી ફૅમિલી સાથે વાતો કરી ૧૧ વાગ્યે સૂઈ જાય છે.

સમાજસેવામાં અગ્રેસર

બાપુજીનો સમાજસેવામાં ઘણો મોટો ફાળો છે. તેમને કમાવું જ છે સમાજસેવા કરવા માટે. તેમને છેલ્લી ઘડી સુધી સમાજસેવા કરવાની ઇચ્છા છે. સમાજસેવા કરવાની ઇચ્છા ક્યાંથી જાગી એ પ્રશ્વનો જવાબ આપતાં તે કહે છે, ‘હું પહેલાં કુર્લામાં રહેતો હતો ત્યારે મને એક સર્ટિફિકેટ પર સાઇન જોઈતી હતી. જેની સાઇન લેવાની હતી તેણે મને સાઇન લેવા માટે બહુ ધક્કા ખવડાવ્યા. ત્યારથી જ મેં વિચારી લીધું હતું કે મારી જેમ બીજાને ધક્કા ખવડાવીશ નહીં અને બધાને મદદ કરીશ. એ સમયે કુર્લાની કૉર્પોરેટરની ચૂંટણીમાં અંજનાબાઈ મગર ઊભી રહી હતી. તેનાં ચૂંટણીને લગતાં કામ મે કરી આપ્યાં અને ત્યારથી મારી સમાજસેવાની શમઆત થઈ.’

૧૯૬૯થી ૧૯૭૫ સુધી બાપુજી ઓલ્ડ કૉન્ગ્રેસના સેક્રેટરી રહી ચૂક્યા છે. હાલમાં બાપુજી શ્રી સેવા સમાજ મુલુંડના પર્મનન્ટ ટ્રસ્ટી છે. એ સાથે મુલુંડ બ્રાહ્મણ સમાજના પણ પર્મનન્ટ સેક્રેટરી છે. આ સિવાય બાપુજી માનવજ્યોત સંસ્થાના મેમ્બર તરીકેની ફરજ પણ નિભાવી રહ્યા છે.

બાપુજીની ખાસ વાત એ છે કે તે લ્લ્ઘ્ પાસ થયા ત્યાંથી લઈ તેમણે આખા જીવનમાં શું કયુંર્ એ પેપરો, એ ફાઇલો હજી સુધી સંભાળીને રાખ્યાં છે. બાપુજી જ્યારે કોઈની પણ મદદ કરે ત્યારે સીધી રીતે નહીં પણ આડકતરી રીતે મદદ કરે છે. જેમ કે કોઈને દવાદામ માટે પૈસા જોઈએ તો તે ડાયરેક્ટલી નથી આપતા, પણ તેની દવાનું બિલ ભરી દે છે. તેમણે જોયું કે મુલુંડથી ખેડબ્રહ્મા જવા માટે કોઈ સાધન નથી અને લોકોને ઘણી તકલીફ પડી રહી છે એટલે તેમણે ૧૯૯૯ની ૧૯ ઑક્ટોબરે હર્ષદ જોષી સાથે મળીને મુલુંડ-ખેડબ્રહ્મા બસ શમ કરાવડાવી હતી.

નો રિટાયરમેન્ટ

રિટાયરમેન્ટની લાઇફ ગમતી નથી એમ જણાવતાં બાપુજી કહે છે, ‘મારે છેલ્લી ઘડી સુધી કામ કરવું છે. પૈસા કમાવા માટે નહીં, પણ સેવા કરવા માટે કામ કરવું છે. એ સાથે ઇન્ડિપેન્ડન્ટ બનવા માટે પણ કામ કરવું છે. જો કાલે ઊઠીને મારે કોઈને સમાજસેવા માટે પૈસા આપવા પડે તો મારે દીકરાને પૂછવાની જમર ન પડે.’ બાપુજી આજની તારીખમાં પણ બે કિલોમીટર ચાલે છે. તો પણ તેમને સ્ફુર્તિ આવી જાય છે.


Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK