મિસ્ટર પ્રાઇમ મિનિસ્ટર, કોઈ પ્રજા અભદ્ર નથી હોતી... માત્ર વ્યક્તિ અભદ્ર હોય છે

Published: 7th December, 2014 07:17 IST

અભદ્રતામાં સાધુસંતો જ કેમ અગ્રસ્થાને છે? સાધ્વી ઉમા ભારતી, સાધ્વી •તંભરા, સાધ્વી નિરંજનજ્યોતિ, સાધુ ધર્મેન્દ્ર, સાધુ સાક્ષી મહારાજ, યોગી અદ્વૈતનાથ, યોગી આદિત્યનાથ વગેરે-વગેરે. આ ઉપરાંત આસારામ અને રામપાલ જેવા સેંકડો ઠગ સાધુઓ દેશમાં અભદ્રતાનું પ્રદર્શન કરી રહ્યા છે. દુનિયાદારીની આવી પ્રબળ વાસના ધરાવનારાઓ સાધુ શું કામ બનતા હશે એ સવાલ છે. બને કે ભગવાં અને સફેદ વસ્ત્રો વાસના સંતોષવાનું આસાન સાધન હશે


કારણ-તારણ- રમેશ ઓઝા

સાધ્વી નિરંજનજ્યોતિના બફાટ વિશે વડા પ્રધાને રાજ્યસભા પછી લોકસભામાં પણ ખુલાસો કયોર્ છે એટલે હવે આ પ્રકરણનો અંત આવવો જોઈએ અને વિરોધપક્ષે સંસદને ચાલવા દેવી જોઈએ. કેન્દ્રના ફૂડ પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રી ખાતાનાં રાજ્ય કક્ષાનાં પ્રધાન સાધ્વી નિરંજનજ્યોતિએ ગયા અઠવાડિયે દિલ્હીમાં એક સભામાં રામજાદા અને હરામજાદા એવો બકવાસ કર્યો હતો. સત્તા માટે ભગવાન રામના નામનો દુરુપયોગ કરનારાઓ અને પ્રજામાં કોમી ઝેર વાવનારાઓ રામજાદા હોય એ તો પરમ આશ્ચર્ય છે. ખુદ ભગવાન રામ આવું સર્ટિફિકેટ તેમના ત્રિશૂળધારી રાજકારણી રામભક્તોને ન આપે.

સાધ્વી ઉત્તેજનામાં આવીને બોલી ગયાં એ પછી હોબાળો મચ્યો હતો. વિરોધપક્ષો માટેનો શબ્દપ્રયોગ એટલો અભદ્ર હતો કે એનો બચાવ થઈ શકે નહીં. વડા પ્રધાન એ સમયે કાશ્મીરમાં હતા અને તેમણે ત્યાં નિવેદન કરીને પ્રધાનોને મર્યાદામાં રહીને બોલવાની સલાહ આપી હતી. બીજા દિવસે સાધ્વીએ સંસદનાં બન્ને ગૃહોમાં લેખિત નિવેદન વાંચીને માફી માગી હતી. વિરોધપક્ષો જ્યારે ઠપકાની દરખાસ્ત માટે આગ્રહ રાખતા હતા અને ટસના મસ નહોતા થતા ત્યારે વડા પ્રધાને રાજ્યસભામાં નિવેદન કરીને સાધ્વીએ કરેલી ભૂલને સ્વીકારી હતી અને વિરોધપક્ષોને દુ:ખદ ઘટના ભૂલી જઈને સંસદ ચાલવા દેવાની અપીલ કરી હતી. વડા પ્રધાને રાજ્યસભામાં નિવેદન કર્યું અને લોકસભામાં નહીં કર્યું એ હવે નવો મુદ્દો ઉમેરાયો. રાજ્યસભામાં એટલા માટે નિવેદન કરવું પડ્યું કે રાજ્યસભામાં સરકાર લઘુમતીમાં છે અને લોકસભામાં બહુમતીમાં છે. કેટલાક મહkવના ખરડાઓ રાજ્યસભામાં પસાર કરાવવા હોય તો વિરોધપક્ષોનો સહકાર આવશ્યક છે. વિરોધપક્ષો આગ્રહ રાખતા હતા કે વડા પ્રધાને લોકસભામાં પણ ખુલાસો કરતું નિવેદન કરવું જોઈએ. અંતે જ્યારે સમસ્યાનો અંત આવતો નહોતો અને સંસદ ચાલવા દેવામાં આવતી નહોતી ત્યારે વડા પ્રધાને લોકસભામાં પણ ખુલાસો કર્યો છે. હવે વિરોધપક્ષોએ સંસદને ચાલવા દેવી જોઈએ.

સાધ્વી નિરંજનજ્યોતિનો બફાટ અક્ષમ્ય છે. કોઈને હરામજાદા કહેવુ એ અસભ્ય ગાળ છે. એમાં  પણ જાહેરમાં અને એ પણ કોઈ એક વ્યક્તિ માટે નહીં, પરંતુ વિરોધપક્ષની સાગમટી જમાતને  હરામજાદા કહેવી એ ગંભીર ગુનો પણ છે. સાધ્વી સામે ભારતીય દંડસંહિતાની ધારા ૧૫૩ (અ) હેઠળ ફોજદારી ગુનો દાખલ કરવામાં આવે તો સાધ્વીને ત્રણ વર્ષની જેલની સજા થઈ શકે છે. વિરોધપક્ષો સાધ્વી સામે પોલીસ-સ્ટેશનમાં ગુનો દાખલ કરવાની માગણી કરી રહ્યા છે, પણ કાનૂન મુજબ સાધ્વીપ્રધાન હોવાથી કેન્દ્ર સરકારની મંજૂરી વિના ગુનો દાખલ ન થઈ શકે. બીજી માગણી સાધ્વી સામે ઠપકાની દરખાસ્તની છે. પ્રારંભમાં જ નરેન્દ્ર મોદીએ સાધ્વીનું રાજીનામું માગી લેવું જોઈતું હતું. એ સૌથી ઉચિત અને વ્યવહારુ માર્ગ હતો. તેમને જો પ્રધાનમંડળમાં રાખવા જરૂરી હોય તો ઠપકાની દરખાસ્ત પસાર થવા દેવી જોઈતી હતી. ૭૦ સભ્યોના પ્રધાનમંડળમાં કોઈ એકાદ પ્રધાન ભૂલ કરી બેસે એ સ્વાભાવિક છે. ઠપકાની દરખાસ્તને સરકારની પ્રતિષ્ઠા સાથે જોડવાની કોઈ જરૂર નથી. અમેરિકાના પ્રમુખ બિલ ક્લિન્ટન સામે અમેરિકન કૉન્ગ્રેસમાં ઠપકાની દરખાસ્ત પસાર થઈ હતી તો સાધ્વી તો ઘણાં જુનિયર પ્રધાન છે. ત્રીજું, નરેન્દ્ર મોદીએ જ્યારે રાજ્યસભામાં ખુલાસો કરતું નિવેદન કર્યું ત્યારે જ લોકસભામાં કરવું જોઈતું હતું. લોકસભામાં બહુમતી છે એટલે વિરોધપક્ષ ભાડમાં જાય, થાય એ કરી લે એવું વલણ બરાબર નહોતું. વડા પ્રધાને ત્યારે લોકસભામાં નિવેદન કર્યું હોત તો આ પ્રશ્ન ઊકલી ગયો હોત.

ખેર, હવે વડા પ્રધાને લોકસભામાં પણ ખુલાસો કર્યો છે ત્યારે હવે આ પ્રકરણનો અંત આવવો જોઈએ અને સંસદને ચાલવા દેવી જોઈએ. ગ્થ્ભ્એ વિરોધપક્ષમાં રહીને આખેઆખી ૧૫મી લોકસભાને રોળી નાખી હતી. સૌથી ઓછું કામ કરનારી લોકસભા વીતેલી લોકસભા હતી જેનું શ્રેય ગ્થ્ભ્ને જાય છે. બેજવાબદાર વિરોધપક્ષ કેવો હોય એનું ગ્થ્ભ્ ઉદાહરણ હતી. કૉન્ગ્રેસે અને બીજા પક્ષોએ બેજવાબદાર વિરોધપક્ષના ગ્થ્ભ્ના વારસાને ૧૬મી લોકસભામાં આગળ ચલાવવાની જરૂર નથી. દેશના હિતમાં અનેક કામ કરવાનાં છે અને એટલા માટે પ્રજાએ તમને ચૂંટીને લોકસભામાં મોકલ્યા છે. વિરોધપ્રદર્શનને રબ્બરની જેમ ખેંચવામાં આવે અને ચ્યુઇંગ ગમની જેમ ચગળવામાં આવે તો એની ગંભીરતા ઘટી જાય છે. ઉપરથી સંસદનો કામકાજનો સમય વેડફાય એ વધારામાં.

છેવટે વડા પ્રધાને જે નિવેદન કર્યું છે એને કારણે નવો વિવાદ પેદા થયો છે. વડા પ્રધાને સાધ્વીના બચાવમાં કહ્યું હતું કે તેઓ સાવ પછાત કોમમાંથી, ગામડામાંથી આવે છે એટલે તેમની સામાજિક પૃષ્ઠભૂમિ ધ્યાનમાં રાખવી જોઈએ. આમ કહીને વડા પ્રધાન બ્ગ્ઘ્ કાર્ડ રમી રહ્યા છે એવું એક અર્થઘટન છે. આના કરતાં વધારે મહkવનો પ્રશ્ન એ છે કે શું પછાત કોમની ગ્રામીણ પ્રજા અભદ્ર અને નાદાન હોય છે? કોઈ પ્રજા અભદ્ર નથી હોતી, વ્યક્તિ અભદ્ર હોય છે અને વડા પ્રધાને અભદ્ર વ્યક્તિની અભદ્રતાને સામાજિક પૃષ્ઠભૂમિ સાથે જોડવાની કોઈ જરૂર નહોતી. નરેન્દ્ર મોદી પણ વત્તેઓછે અંશે આવી જ પૃષ્ઠભૂમિમાંથી આવે છે અને કૉન્ગ્રેસના મણિશંકર ઐયરે જ્યારે તેમની સામાજિક સામાજિક પૃષ્ઠભૂમિ વિશે કમેન્ટ કરી ત્યારે આપણે બધાએ ઐયરની નિંદા કરી હતી.

છેલ્લી વાત. અભદ્રતામાં સાધુસંતો જ કેમ અગ્રસ્થાને છે? સાધ્વી ઉમા ભારતી, સાધ્વી •તંભરા, સાધ્વી નિરંજનજ્યોતિ, સાધુ ધર્મેન્દ્ર, સાધુ સાક્ષી મહારાજ, યોગી અદ્વૈત્યનાથ, યોગી આદિત્યનાથ વગેરે-વગેરે. આ ઉપરાંત આસારામ અને રામપાલ જેવા સેંકડો ઠગ સાધુઓ દેશમાં અભદ્રતાનું પ્રદર્શન કરી રહ્યા છે. દુનિયાદારીની આવી પ્રબળ વાસના ધરાવનારાઓ સાધુ શું કામ બનતા હશે એ સવાલ છે. બને કે ભગવાં અને સફેદ વસ્ત્રો વાસના સંતોષવાનું આસાન  સાધન હશે. આ જમાતે સાધુ શબ્દનો અર્થ એની વ્યુત્પત્તિ સાથે સમજી જેવો જોઈએ. સાધુનો અર્થ છે શોધન એટલે કે પવિત્રતા. મન, વચન અને કર્મોમાં પવિત્રતા.


Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK