ઍટ લીસ્ટ સામાન્ય સ્તરનું કાયદાકીય જ્ઞાન મહિલાઓ પાસે હોવું જ જોઈએ

Published: 7th December, 2014 07:16 IST

આજના આ સમયને જોતાં મારું અંગત રીતે માનવું છે કે ટીવીનું માધ્યમ વધુ સ્ટ્રૉન્ગ બની ગયું છે અને જો લાર્જર લેવલ પર કંઈ કહેવું હોય તો એ કહેવા માટે ટીવી સૌથી બેસ્ટ છે એવું પણ મને પર્સનલ લેવલ પર લાગી રહ્યું છે.


(સ્પેશ્યલ કમેન્ટ- આશુતોષ ગોવારીકર પ્રોડ્યુસર અને ડિરેકર)

 ટીવીને ઇગ્નૉર કરવાનું કામ હવે ન થઈ શકે, પછી એ કોઈ પણ પૉઇન્ટ હોય. પૉલિટિક્સની બાબતમાં પણ ટીવી મહkવના રોલમાં છે અને સોસાયટી ડેવલપમેન્ટની બાબતમાં પણ ટીવી ઇમ્ર્પોટન્ટ રોલ કરવા માંડ્યું છે એટલે એ રીતે પણ ટીવીનો પાર્ટ હવે બહુ મહkવનો થઈ ગયો છે. એક સમય હતો કે જ્યારે મંે પોતે કરીઅરની શરૂઆતમાં ટીવી પર ઍક્ટિંગ કરી હતી. ‘કચ્ચી ધૂપ’ નામની એ સિરિયલ અમોલ પાલેકરે પ્રોડ્યુસ કરી હતી. હું જ્યારે પણ ટીવી વિશે વિચારતો ત્યારે મારા મનમાં એક વિચાર વાંરવાર આવતો કે ટીવી પર જો કંઈ કરવું હોય તો એ ફીમેલ-ઓરિએન્ટ જ કરવું જોઇએ. રીઝન પણ બહુ સાફ હતું.મહિલાઓ માટે ટીવી સાવ હાથવગું મનોરંજનનું સાધન છે અને આ સાધનને તે હંમેશાં સરળતાથી પોતાની મરજી મુજબ વાપરી શકે છે. એન્ટરટેઇનમેન્ટના આ માધ્યમ થકી જો કોઇ અવેરનેસ લઈ આવવાની હોય, વુમન એમ્પવારમેન્ટની વાત લઈ આવવાની હોય કે પછી ફીમેલ એજ્યુકેશનનો પૉઇન્ટ ઉઠાવવાનો હોય તો એમાં કંઈ ખોટું નથી. હા, એ વાત જુદી છે કે વુમન-એન્ટરટેઇનમેન્ટના આ માધ્યમનો કેટલાક દ્વારા મિસયુઝ થઈ રહ્યો છે, પણ એ તો અપના-અપના તરીકા ઔર અપની-અપની સોચ.


મારું માનવું છે કે ટીવી મીડિયમથી ગવર્નમેન્ટ અનેક કામ કરી શકે છે જે તેમણે આ મીડિયમનો ઉપયોગ કરીને કરવાં જોઈએ. દૂરદર્શન જેવી સાઇડલાઇન થઈ ગયેલી ચૅનલ વિશે હું વાત નથી કરી રહ્યો. હમણાં સોની ટીવીએ ‘પલ’ નામની નવી વુમન સેન્ટિÿક ચૅનલ શરૂ કરી છે એવી જ રીતે ગવર્નમેન્ટે પણ વુમન ઓરિએન્ટેડ નવી ચૅનલ શરૂ કરીને મહિલા ગ્રુપને સેન્ટરમાં લઈ આવવું જોઈએ. આગળ કહ્યું એમ અનેક પ્રકારના વુમન શો ડેવલપ કરવા જોઈએ જેના થકી મહિલાઓને કાયદાકીય જ્ઞાન મળે. આમ તો આ કામ બહુ બોરિંગ લાગે, પણ એ કરવાના અનેક એન્ટરટેઇનિંગ રસ્તાઓ છે અને એ રસ્તેથી નૉલેજ આપવાનું કામ થવું જોઈએ. આપણે ત્યાં જેટલી ફરિયાદ એજ્યુકેશનની બાબતમાં થાય છે એટલી ફરિયાદ ક્યારેય એ બાબતમાં નથી થતી કે મહિલાઓને અમુક માળખાકીય બાબતોની જાણકારી નથી હોતી અને આ વાત સાચી છે. કરોડોની આબાદી ધરાવતા આ દેશમાં જૂજ મહિલાઓ એવી હશે કે જેની પાસે લીગલ નોલેજ હશે. બેસિક નૉલેજનો પણ આપણે ત્યાં પ્રૉબ્લેમ છે. મારું માનવું છે કે આ પ્રશ્ન પણ એટલો જ સેન્સિટિવ છે જેટલો સિરિયસ પ્રશ્ન દેશમાં એજ્યુકેશનના અભાવનો છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK