ટ્રાવેલિંગ પાછળ બચતો સમય માણસ પોતાના ફૅમિલી પાછળ ઇન્વેસ્ટ કરી શકે

Published: Dec 07, 2014, 07:15 IST

નોકરિયાત હોય કે બિઝનેસમૅન, દરેકને નોકરીધંધે જવા માટે ઓછુંવત્તું ટ્રાવેલ કરવું જ પડતું હોય છે.


(બિન્દાસ બોલ- મૌલિક પરીખ વેબ ડિઝાઇનર, સાંતાક્રુઝ)

એટલે ટ્રાફિકની સમસ્યાનો અનુભવ દરેકને થતો જ હોય છે. પણ થોડી સમજણ સાથે યુનિટી કેળવવામાં આવે તો આ સમસ્યાનો પણ ઉકેલ આવી શકે એમ છે. મુંબઈનાં અમુક પરાંઓમાં શેર- અ- રિક્ષાનો કોન્સેપ્ટ છે. ૩૦ જુદી વ્યક્તિ ૩૦ અલગ રીક્ષા કરે એને બદલે ૧૦ રીક્ષામાં ૩૦ જણ જાય તો સરળતા રહે અને એક જ ડેસ્ટિનેશન પર મૅક્સિમમ લોકો ટ્રાવેલ કરી શકે. રિક્ષાવાળાઓને નુકસાન તો છે જ નહીં, પણ રિક્ષાચાલક અને પૈસેન્જર બન્ને ફાયદામાં રહે છે. નોકરિયાત વર્ગને અમુક ફિક્સ સમયે નોકરી પર પહોંચવું જરૂરી હોય છે, પણ વ્યવસાય કરનારાઓ પીક અવર્સને બદલે ક્લાયન્ટ સાથેની મીટિંગ બપોરે રાખી શકતા હોય તો પણ ટ્રાફિકની પરેશાનીમાં થોડે અંશે રાહત મળી શકે છે. એ ઉપરાંત M-indicator જેવી મોબાઇલ ફોનની ઍપ્લિકેશન કે www.go4 mumbai.com વેબસાઇટ જેવી સુવિધાઓ ૪૫ પ્લસની દરેક વ્યક્તિએ શીખવી જોઈએ જેને લીધે ટ્રેન અને બસ વિશેની માહિતીઓ મેળવીને ટાઇમ વેસ્ટ કરવાનું ટાળી શકાય. ટ્રાવેલિંગમાં બચતાં સમય અને શક્તિ માણસ ફૅમિલી-લાઇફ પાછળ ઇન્વેસ્ટ કરીને કમસે કમ એ સમયમાં ક્વૉલિટી લાઇફ તો જીવી શકે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK