રિઝર્વ ડબ્બામાં બેઠા પછી ડબ્બો રિઝર્વ છે એવું લાગવું તો જોઈએ

Published: 6th December, 2014 05:57 IST

સફરનો આનંદ અને ઉત્સાહ જળવાય અને પરિવારની સગવડ સચવાય એટલે મોટે ભાગે લોકો બે મહિના અગાઉથી જ બહારગામની ટ્રેનોની ટિકિટોનું બુકિંગ કરાવતા હોય છે.(બિન્દાસ બોલ- હર્ષિતા શાહ સ્ટુડન્ટ, સાઉથ મુંબઇ)

સીટ કન્ફર્મ હોય એટલે મુસાફરી નિરાંતે થઈ શકે. પણ રિઝર્વ ડબ્બામાં બેઠા પછી ડબ્બો રિઝર્વ છે એવું લાગવું તો જોઈએ. અનરિઝર્વ ડબ્બાની જેમ જેમણે રિઝર્વેશન ન કરાવેલું હોય એવા લોકોની અવરજવર સતત ચાલુ જ રહે ર઼્અને રિઝર્વ ડબ્બાના ટૉઇલેટ્સની આસપાસ પણ માલસામાન સાથે રિઝર્વ ટિકિટ વગરના અનેક મુસાફરો અડ્ડો જમાવીને બેસી જતા હોય છે. રિઝર્વ ડબ્બામાં પણ આ જ રીતે મુસાફરી કરી શકાતી હોય તો પછી આટલા મહિના પહેલાં ટિકિટ લેવાનો અર્થ શું સર્યો? આવા રીઝવ્ર્ડ ડબ્બાઓમાં પાસધારકોની દાદાગીરી પણ ખાસ્સી ચાલતી હોય છે. ટ્રેન તેમની માલિકીની હોય એ રીતે મન ફાવે એમ તેઓ મનમાની કરતા હોય છે. આ બધું જોવા છતાં ટિકિટચેકર આંખ આડા કાન કરે છે. અધૂરામાં પૂરું દરેક સ્ટેશન પર ગાડી ઊભી રહેતાં જ નાની-મોટી ચીજવસ્તુઓ વેચતા ફેરિયાઓનો ધસારો થાય. આમાં સફરનો આનંદ કેવી રીતે લૂંટાય? આવી તો અનેક બાબતે રેલવે-તંત્ર નિષ્કિય છે. આવી લાપરવાહી જ ઘણી વાર ચોરી, લૂંટફાટ, છેડતી જેવી અઘટિત ઘટનાઓને જન્મ આપે છે. કદાચ આ લોકો પ્રત્યે સહાનુભૂતિ થાય અને તેમને બેસવા દેવાય છતાં કોઈ વાર આપણા જ પગ પર કુહાડી મારવા જેવું કામ થાય.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK