જે આંકડાઓ છે એ બધા જો સાચા હોય તો...

Published: Dec 05, 2014, 05:37 IST

હમણાં જ એક પેપરમાં વાંચ્યું કે આપણા દેશમાં ભ્રષ્ટાચાર ઘટી ગયો છે. ગયા વર્ષે કરપ્શનની બાબતમાં ભારત ૯૦ ઉપરના ક્રમે હતો અને આ વર્ષે એમાં ઘટાડો થઈને હવે આપણે કાંઈક ૮૦ની આસપાસના રૅન્કિંગ પર આવી ગયા છીએ.(સ્પેશ્યલ કમેન્ટ- વિપુલ શાહ ફિલ્મ અને ટીવીના પ્રોડ્યુસર)


આવું જ બીજી બધી બાબતોમાં પણ છે. ગ્રોથ અને નવા ડેવલપમેન્ટને લઈ આવવામાં પણ આ વર્ષે આપણા દેશનું રૅન્કિંગ કંઈક ઉપર આવ્યું છે. ગયા વર્ષે ન્યુ ડેવલપમેન્ટ અને ઇમર્જિંગ કન્ટ્રીની બાબતમાં આપણે ૪૦ ઉપરના આંકડા પર હતા જે આ વર્ષે કંઈક ફરીથી ઉપર આવીને ૩૦ની આસપાસ આવ્યા

છીએ. આવું જ બીજા આંકડાઓમાં પણ છે, પણ અત્યારે વાત આ જેકોઈ સર્વે કે ફિગર છે એની નથી, વાત એ છે કે જો આ જેકોઈ સર્વેના ફિગર આવે છે એ સાચા હોય તો જેન્યુઇનલી બહુ સારી વાત કહેવાય અને એ પણ કહેવું પડે કે અચ્છે દિન સચ મેં આ ગયે.
નરેન્દ્ર મોદી આવ્યા પછી જેકોઈ ચેન્જ આવવાનું શરૂ થયું છે એ ચેન્જ જો તેઓ વહેલા સત્તા પર આવ્યા હોત તો જોવા મળ્યો હોત અને એ જરૂરી પણ હતો. આજે એવું બન્યું છે કે ઇન્ડિયા માટે બહાર રહેતા લોકોના મનમાં જે પૉઝિટિવિટી આવી છે એ જ દેખાડે છે કે હવે તેમને આપણા દેશ પર વિશ્વાસ આવ્યો છે. આ વિશ્વાસ બહુ જરૂરી હતો. એક સમયે આપણે ત્યાં કોઈ પણ કામ માટે પૈસા આપવા પડે, કરપ્શન કરવું પડે એવી માનસિકતા લોકોએ બનાવી લીધી હતી. આ કરપ્શન એટલા સ્તરે લોકોના મનમાં ઘૂસી ગયું હતું કે અમુક વખત તો ઑનેસ્ટ ઑફિસરને પણ એની ઑફર કરી દેવામાં આવતી.

ગુજરાતી છું એટલે ગુજરાત સાથે અનેક રીતે જોડાયેલો છું. થોડા સમય પહેલાં એક ફિલ્મના શૂટ માટે ગુજરાત જવાનું થયું ત્યારે જોયું હતું કે કામ કઈ રીતે થઈ રહ્યું છે. ગવર્નમેન્ટમાં જે લેવલની ટ્રાન્સપરન્સી જોઈ એ અગાઉ ક્યારેય કોઈ સ્ટેટમાં નથી જોઈ. હાઇલી ઇમ્પ્રેસ્ડ. એ સમયે હતું કે ગુજરાતમાં છે એ પ્રકારનું શાસન જો આપણા દેશનું થઈ જાય તો એની અસર ઇન્ટરનૅશનલ લેવલ પર કંઈક જુદી જ ઊભી થશે અને એ થઈ રહ્યું હોય એ રીતે બધા સર્વેના ફિગર્સ આવી રહ્યા છે.

હું ઇન્ડસ્ટ્રિયલિસ્ટ નથી કે મને દરરોજ ગવર્નમેન્ટ ઑફિસ કે ઑફિસરનું કામ પડતું હોય પણ અનેક એવા ફ્રેન્ડ્સ છે જેને એવરીડે ઑફિસ અને ઑફિસર સાથે કામ પડતું હોય છે. તેમની પાસેથી વાત સાંભળીએ ત્યારે ખબર પડે કે ધીમી રીતે પણ સ્ટ્રૉન્ગ-વેથી ચેન્જ આવી રહ્યો છે. જો આ ચેન્જ દેશને પાંચ-સાત વર્ષ પહેલાં મળ્યો હોત તો ડેફિનેટલી આજે
દિવસો જુદા હોત.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK