રોગમુક્ત થવા માટે રોજ મંત્રોચ્ચાર સાથે હવન કરવો જરૂરી

Published: Dec 05, 2014, 05:36 IST

આજે દરેક વ્યક્તિ રોગોનું ઘર બનતી જઈ રહી છે અને સમાજમાં રોગચાળો અને બીમારી વધુ પ્રમાણમાં ફેલાતાં જઈ રહ્યાં છે.


(બિન્દાસ બોલ- પરેશ પટેલ બિલ્ડર અને ડેવલપર, બોરીવલી)

જોકે બીમારીઓ સામે નવી-નવી દવાઓ શોધાતી રહે છે અને લોકો એની પાછળ લાખો રૂપિયા પણ ખર્ચે છે છતાં હકીકતમાં રોગ ઉદ્ભવે જ નહીં એ માટેના આપણે પ્રયત્ન જ ક્યાં કરીએ છીએ? આજે સમગ્ર વાતાવરણ પ્રદૂષણયુક્ત છે. લાખોની સંખ્યામાં વિવિધ રોગના બૅક્ટેરિયા વાતાવરણમાં ફરતા રહે છે જેને લીધે અનેક રોગ થવાની શક્યતા વધી જાય છે, પણ પર્યાવરણની શુદ્ધિ કરવામાં આવે તો ચોક્કસ રોગમુક્ત થઈ શકાય. આપણા પૌરાણિક ગ્રંથ વેદમાં પણ રોજ યજ્ઞ કરવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને આપણા પ્રાચીન •ષિમુનિઓ પણ રોજ યજ્ઞ કરતા. અમેરિકામાં પણ ખાસ યજ્ઞના રિસર્ચ માટે અગ્નિહોત્ર યુનિવર્સિટી છે. ગુજરાતમાં પણ યજ્ઞશાળાની સ્થાપના થઈ છે. દરરોજ પંદરથી વીસ મિનિટ વેદ-મંત્રોચ્ચારની સાથે હવન કરવામાં આવે તો આપણું, પરિવારનું, સમાજનું કલ્યાણ થવાની સાથે વાયુમંડળની શુદ્ધિ થાય. આ શુદ્ધિને કારણે આપણે માનસિક શાંતિ તો મેળવીશું જ અને સાથે સારું આરોગ્ય પણ ભોગવી શકીશું. પ્રત્યેક નાગરિક આત્મશુદ્ધિ અને પર્યાવરણની શુદ્ધિ માટે જાગૃત થશે તો સમાજને રોગમુક્ત થતાં વાર નહીં લાગે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK