દરેકે પોતાની અંદર પણ એક આપકી અદાલત શરૂ કરવી

Published: 4th December, 2014 05:25 IST

એક શો લાંબો ચાલે એ મહત્વનું નથી. અનેક ડેઇલી સોપ દસ અને બાર વર્ષ ચાલ્યા છે અને હજી પણ ચાલી રહ્યા હશે.


(સ્પેશ્યલ કમેન્ટ- રજત શર્મા હોસ્ટ અને પ્રોડ્યુસર,‘આપકી અદાલત’)


મારી દૃષ્ટિએ મહત્વનું એ છે કે ‘આપકી અદાલત’ જેવો શો લાંબો ચાલ્યો એ બહુ સારી વાત કહેવાય. હું એવું નહીં કહું કે આ શો હિટ શો છે. આ પ્રકારના શોને હિટ કે ફ્લૉપની કૅટેગરીમાં ન જ જોવો જોઈએ, કારણ કે એ ફ્લૉપ જાય તો પણ એનું મહત્વ અકબંધ જ રહ્યું હોત. ‘આપકી અદાલત’ને હું એક પૉપ્યુલર શોની કૅટેગરીમાં મૂકીશ. આ શોને કારણે શું ચેન્જ આવ્યો અને કેવો ચેન્જ આવ્યોથી લઈને આ શોમાં હાજર રહેલી વ્યક્તિઓમાં શું ફરક આવ્યો એના વિશે કંઈક થવું જોઈએ એવી ડિમાન્ડ હમણાં થોડો સમય પહેલાં ચૅનલ પાસે આવી એટલે એની સમરી તૈયાર કરવાનું કામ ટીમને સોંપ્યું છે. એ સમરી તૈયાર થશે ત્યારે ડેફિનેટલી એના વિશે ડીટેલમાં વાત થઈ શકશે, પણ આ સજેશન પછી જ્યારે પાછળ ફરીનું જોઉં છું ત્યારે દેખાય છે કે આ શોએ ઘણા ચેન્જ લઈ આવવાનાં કામો કર્યા છે. સોસાયટીમાં પણ આ શોને કારણે ચેન્જ આવ્યો છે અને શોમાં હાજર રહેનારાઓમાં અદાલતમાં હાજર રહ્યા પછી ઘણા ચેન્જ આવ્યા છે અને મારી દૃષ્ટિએ તો શોની આ જ વાત સૌથી મોટી એની ખૂબી છે.

શોમાં હંમેશાં કરન્ટ ટૉપિક પર જ સેલિબ્રિટીને બોલાવવામાં આવી છે. આ કામ અઘરું છે, પણ ચૅલેન્જ જેમાં હોય એ કામ કરવામાં જ મજા આવતી હોય છે. એવું અનેક વખત બન્યું છે કે મોટી કન્ટ્રોવર્સી પછી સેલિબ્રિટી છેલ્લી ઘડીએ શોમાં આવવાની ના પાડી દે. એવું પણ બન્યું છે કે શોમાં આવતાં પહેલાં તે બધી ડીટેલ માગે અને એવું પણ બન્યું છે કે શોમાં આવવાના ઇન્વિટેશન પછી તેમણે ગેસ્ટ બનવાની ના પાડી દીધી હોય. એ ખબર પણ હોય કે આ કોઈ એવી અદાલત નથી કે જેમાં તેમને સજા મળવાની હોય કે તેમના માટે કોઇ પણ પ્રકારનું બંધન ઊભું થવાનું હોય અને એ પછી પણ એની ઇમ્પૅકટ એવી રહી છે કે ઑફિશ્યલ ર્કોટની જેમ જ ‘આપકી અદાલત’ માટે ગેસ્ટને ટેન્શન રહ્યું હોય.

આ શોએ માત્ર બીજાનું જ ઘડતર કર્યું હોય એવું નથી, એના કારણે અંગત રીતે મને પણ ડેફિનેટલી બેનિફિટ થયો છે. સમજાયું છે કે આવી જ એક અદાલત દરેક માણસે પોતાની અંદર શરૂ કરવી જોઈએ, જેથી આત્મ મૂલ્યાંકન થતું રહે અને જીવનમાં શું કરવું અને શું ન કરવું એની સમજણ આવતી રહે. જો એ થાય તો ક્યારેય કોઈની અદાલતમાં જવાનો ડર ન રહે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK