બહારનું ખાનારાઓને પેટની સાથે મોંઘવારીની ચિંતા નથી નડતી?

Published: 4th December, 2014 05:23 IST

સખત મોંઘવારી અને ભેળસેળનો જમાનો છે એવી લોકોની બૂમાબૂમ કાયમ સંભળાતી રહે છે છતાં હોટેલ, મૉલ અને થિયેટરો જ્યારે જુઓ ત્યારે ચિક્કાર ભરેલાં જ દેખાય છે!(બિન્દાસ બોલ- રમીલા કોઠારી હાઉસવાઇફ, કાંદિવલી)

માન્યું કે આજનો જમાનો વર્કિંગ વુમનનો છે પણ એનો મતલબ એ તો નથીને કે દિવસે-દિવસે ઘરમાં રસોઈ બનાવવાનું ચલણ ઓછું થતું જાય. હોટેલોની વાનગીઓ સામેની પ્રાઇસ તો જુઓ. દરેક વાનગી કેટલી મોંઘી હોય છે અને એની સામે બાજુમાં જ ગટર ઊભરાતી હોય એવા ફૂટપાથ પરના ફેરિયાઓ પાસેથી ખુલ્લું, ચોખ્ખાઈ રાખ્યા વગરનું ખાણું લોકો

હોંશે-હોંશે કઇ રીતે ખાઈ શકતા હશે? એક તો હોટેલનો કે રસ્તા પરનો આવો બગાડ પેટમાં ઠાલવવાનો અને પછી પેટ બગડે એટલે ડૉકટર અને હૉસ્પિટલનાં ચક્કર કાપતા રહેવાનું. વળી પહેલાં આપણે ત્યાં કોઈ મહેમાન આવતા તો બધા હળીમળીને સાથે રસોઈ બનાવી આનંદ કરી જમતા, પણ આજના મૉડર્ન કલ્ચરનો ચીલો સાવ બદલાઈ ગયો છે. આજે આવનારા મહેમાનોને હોટેલમાં લઈ જવામાં આવે છે અથવા તો પછી હોટેલનું ખાવાનું ઘરે જ મગાવી લેવાય છે. કોઈ ઝંઝટ જ નહીં. આજની યંગ જનરેશનને ‘પહેલું સુખ તે જાતે નર્યા’ કહેવતનો અર્થ અને મોંઘવારીમાં બચત કરવાનું શીખવાડવું જરૂરી નથી લાગતું?

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK