એકમેકની કમ્યુનિટી વિરુદ્ધ નિવેદનો આપવાનું બંધ થવું જોઈએ

Published: 15th November, 2014 06:04 IST

કોઈ કમ્યુનિટી વિશે કોઈ પણ પ્રકારની કમેન્ટ કરી દેવી કેટલી હદે યોગ્ય કહેવાય? સવાલ ગુજરાતી કે મરાઠીઓનો નથી, સવાલ એ છે કે કમ્યુનિટી વિશે ટીકાટિપ્પણ જ શા માટે?


(બિન્દાસ બોલ- મયૂર ખાપૂવાલા ડાયમન્ડ બ્રોકર, ઘાટકોપર)

 આજે મુંબઈમાં તમામ કોમના લોકો રહે છે અને સર્વે પોતપોતાની રીતે કોઈ ને કોઈ પ્રકારે દેશના વિકાસમાં યોગદાન આપતા જ રહ્યા છે. તો પછી એક પ્રકારની હુંસાતુંસી શા માટે? વળી એકમેકના સાથ વગર દેશનો વિકાસ શક્ય નથી અને બધાએ સાથે જ રહેવાનું છે તો પછી હળીમળીને શા માટે ન રહેવું. એકને ગુલામ કહેવાની તો એની સામે બીજાને સફાયો કરવાનો જડબાતોડ જવાબ આપવાની જાણે હોડ લાગી છે. હા, જોકે રાજનીતિની રમતમાં એકબીજા પર કાદવ ઉછાળવાનું એકદમ સામાન્ય ગણાય છે અને આગળ પણ ગુજરાતીઓ વિશે બોલવામાં આવ્યું હતું છતાં સૌ જાણે છે કે વેપાર હોય કે બીજું કોઈ ક્ષેત્ર ગુજરાતીઓએ હંમેશાં સર્પોટ આપ્યો છે. એ ઉપરાંત ફેસબુક, ટ્વિટર જેવાં સોશ્યલ મીડિયા કોઈના વિશે એલફેલ બોલી લેવાને બદલે ઇન્ફર્મેશનની આપ-લે માટે ઉપયોગમાં લેવામાં આવશે તો પર્સનલ વિકાસની સાથે દેશની પ્રગતિ પણ દૂર નહીં રહે. એટલે મહેરબાની કરીને એકબીજા વિરુદ્ધ નિવેદનો આપવાનું બંધ કરવું જ હિતાવહ છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK