એફડીઆઇ સામે વેપારીઓ દિવાળી પછી મોરચો કાઢે એવી શક્યતા

Published: 24th October, 2012 04:29 IST

રીટેલ ક્ષેત્રમાં ફૉરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ (એફડીઆઇ)નો વિરોધ કરી રહેલા વેપારીઓ દિવાળી પછી આઝાદ મેદાનમાં એક મોટી રૅલી કાઢવાનું વિચારી રહ્યા છે.

ગઈ કાલે એપીએમસી માર્કે‍ટની ‘ડી’ ગલીમાં ફામ અને નવી મુંબઈ કૉમોડિટીઝ બ્રોકર્સ વેલ્ફેર અસોસિએશનના નેજા હેઠળ આયોજિત કરવામાં આવેલી એક મીટિંગમાં અસોસિએશનના અધ્યક્ષ અરુણ ભીંડે, ફામના પ્રેસિડન્ટ મોહન ગુરનાણી, ગોળ મર્ચન્ટ્સ અસોસિએશનના દીપક શાહ, ડ્રાયફ્રૂટ મર્ચન્ટ્સ અસોસિએશનના મહમ્મદઅલી પટેલ તથા ગ્રોમાના શરદ મારુ હાજર રહ્યા હતા અને વેપારીઓ તેમ જ દલાલભાઈઓનું માર્ગદર્શન કર્યું હતું. આ મીટિંગમાં દિવાળી બાદ આઝાદ મેદાનમાં એક વિશાળ રૅલીનું આયોજન કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. જોકે એ માટેની તારીખ પછીથી જાહેર કરવામાં આવશે. 

ફામ = ફેડરેશન ઑફ અસોસિએશન ઑફ મહારાષ્ટ્ર

એપીએમસી = ઍગ્રિકલ્ચર પ્રોડ્યુસ માર્કે‍ટ કમિટી ગ્રોમા = ગ્રેઇન, રાઇસ ઍન્ડ ઑઇલ સીડ્સ મર્ચન્ટ્સ અસોસિએશન

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK