Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > નો એન્ટ્રી એફડીઆઇ - વિરોધનો વંટોળ

નો એન્ટ્રી એફડીઆઇ - વિરોધનો વંટોળ

01 December, 2011 05:41 AM IST |

નો એન્ટ્રી એફડીઆઇ - વિરોધનો વંટોળ

નો એન્ટ્રી એફડીઆઇ - વિરોધનો વંટોળ




રીટેલ સેક્ટરમાં વિદેશી રોકાણ વિશે કોઈ જ નિર્ણય લેવામાં ન આવ્યો





માહિતગાર સાધનો પાસેથી પ્રાપ્ત થતી વિગત મુજબ આ મીટિંગમાં કૉન્ગ્રેસનાં પ્રમુખ સોનિયા ગાંધી, પ્રણવ મુખરજી, એ. કે. ઍન્ટની, પી. ચિદમ્બરમ તેમ જ કૉન્ગ્રેસના જનરલ સેક્રેટરી અહમદ પટેલે પણ હાજરી આપી હતી. અત્યારે તો સરકાર એના મતને વળગી રહી છે કે આ નિર્ણય ઉતાવળે નથી લેવામાં આવ્યો. ખેડૂતો તેમ જ ગ્રાહકો સહિત બધાને એનાથી લાભ થશે. રીટેલમાં એફડીઆઇના મુદ્દે ગઈ કાલે સતત સાતમા દિવસે પણ સંસદમાં કામગીરી નહોતી થઈ.

ટૂંક સમયમાં નિર્ણય લેવામાં આવશે



સંસદીય બાબતોના રાજ્યકક્ષાના પ્રધાન રાજીવ શુક્લાએ ગઈ કાલે દિલ્હીમાં કહ્યું હતું કે એફડીઆઇની સમસ્યાનો ઉકેલ લાવવા માટે સરકાર રાજકીય પક્ષોનાં સૂચનોનો અભ્યાસ કરી રહી છે અને અમે ટૂંક સમયમાં જ નિર્ણય લઈશું.

ટીએમસીનું વલણ અડગ

તૃણમૂલ કૉન્ગ્રેસ (ટીએમસી)ના પાર્લમેન્ટરી પાર્ટી લીડર સુદીપ બંદોપાધ્યાયે ગઈ કાલે દિલ્હીમાં કહ્યું હતું કે ‘રીટેલમાં વિદેશી રોકાણ બાબતે અમે અમારા વલણમાં કોઈ જ ફેરફાર નથી કર્યો. આ બાબતે મડાગાંઠ દૂર કરવા બીજેપી (ભારતીય જનતા પક્ષ) અને કૉન્ગ્રેસે કૉમન ઉકેલ શોધવો જોઈએ. આ બન્ને પક્ષ ઉકેલ શોધશે ત્યારે અમે અમારો વ્યુ રજૂ કરીશું. બાકી અત્યારે તો અમે નો એફડીઆઇ ઇન રીટેલને વળગી રહ્યા છીએ.’

આનંદ શર્મા બ્રીફ કરશે

ઇન્ડસ્ટ્રી અને કૉમર્સ મિનિસ્ટર આનંદ શર્મા આજે કૉન્ગ્રેસના સંસદસભ્યોને રીટેલ સેક્ટરમાં એફડીઆઇ બાબતે વિગતવાર બ્રીફિંગ કરશે. ગઈ કાલે નાણાપ્રધાન પ્રણવ મુખરજીએ કહ્યું હતું કે ‘રીટેલમાં એફડીઆઇની મંજૂરીને કારણે ફુગાવો કાબૂમાં લેવામાં મદદ મળશે તેમ જ ફાર્મ ગેટ અને રીટેલ પ્રાઇસિંગ વચ્ચેના ગૅપમાં ઘટાડો થશે.’

કેરળમાં વિભાજન

રીટેલ સેક્ટરમાં એફડીઆઇના મુદ્દે કેરળ કૉન્ગ્રેસમાં વિભાજન જોવા મYયું હતું. પ્રદેશ કૉન્ગ્રેસ કમિટીના ચીફ રમેશ ચેન્નીથલાએ કેન્દ્ર સરકારના નિર્ણયનો વિરોધ કર્યો હતો અને એ બાબતે વડા પ્રધાનને પત્ર લખ્યો હતો. ત્રિચુરના સંસદસભ્ય પી. સી. ચાકોએ ગઈ કાલે દિલ્હીમાં કહ્યું હતું કે ‘હું એફડીઆઇની તરફેણમાં છું. જો કોઈને એની સામે વિરોધ હોય તો એ તેની અંગત બાબત છે. રમેશ ચેન્નીથલા શું માને છે એની ચર્ચા રાજ્યમાં પાર્ટી ફોરમમાં થઈ નથી અને સરકારે નિર્ણય લીધો છે અને કૉન્ગ્રેસ પક્ષ એને ટેકો આપે છે. પક્ષમાં આ બાબતે બે ઓપિનિયન ન હોઈ શકે.’

યુપીમાં કૉન્ગ્રેસનો વિરોધ

યુ. પી. (ઉત્તર પ્રદેશ)માં રીટેલ સેક્ટરમાં એફડીઆઇ મુદ્દે કૉન્ગ્રેસનો વિરોધ ચાલુ રહ્યો છે. બરેલીના અન્ય એક સંસદસભ્ય પ્રવીણ સિંહે પણ આ મુદ્દે તેમનો અવાજ ઉઠાવ્યો છે. તેમણે વડા પ્રધાનને પત્ર લખીને અનેક સજેશન્સ કયાર઼્ છે. એમાં તેમણે રીટેલ સેક્ટરમાં એફડીઆઇના નીતિ-નિયમોની જાણકારી આપવા જણાવ્યું છે. રોકાણકારોને અનડ્યુ બેનિફિટ ન મળે એ માટે આ બાબત જરૂરી છે.

પ્રવીણ સિંહે આનંદ શર્માને પત્ર લખીને જણાવ્યું છે કે ચીન જેવા પાડોશી દેશોમાંથી સસ્તા માલોનું ડમ્પિંગ ન થાય એ માટે રુલ્સ અને રેગ્યુલેશન્સ બાબતે યોગ્ય ડિબેટ થવી જરૂરી છે. તેમની માગણી છે કે રીટેલ સેક્ટર દ્વારા ઓછામાં ઓછો ૭૦ ટકા માલ ભારતના સ્મૉલ સ્કેલ સેક્ટર પાસેથી ખરીદવામાં આવે.

કોણ શું કહે છે?

શું દેશને ફરી ગુલામ બનાવવો છે? : અણ્ણા

એફડીઆઇના મુદ્દે હવે ગાંધીવાદી સમાજસેવક અણ્ણા હઝારે ગઈ કાલે પહેલી વાર જાહેરમાં બોલ્યા હતા. તેમના ગામ રાળેગણ સિદ્ધિમાં તેમણે કહ્યું હતું કે ‘રીટેલ ક્ષેત્રે એફડીઆઇ દેશના હિતમાં નથી. છેલ્લા સાત દિવસથી જ્યાં સંસદનું કામ આ મુદ્દે ખોરવાયું છે ત્યારે આશ્ચર્ય એ વાતનું થાય છે કે સરકાર કેમ વિરોધપક્ષનું સાંભળતી નથી? ઘણાં રાજ્યોએ એફડીઆઇનો બહિષ્કાર કર્યો છે. લોકશાહીમાં જનતાની ઇચ્છાઓને પણ ધ્યાનમાં લેવાવી જોઈએ. સરકાર એ લાવવા આટલી ઉત્સુક કેમ છે?  બ્રિટિશરો આપણે ત્યાં વેપાર કરવા આવ્યા હતા અને તેમણે આપણા પર ૨૫૦ વર્ષ શાસન કર્યું હતું. શું ફરી એક વાર આપણે દેશને ગુલામ બનાવવો છે? સરકાર ખેડૂતોને ઊંચા લાવવા એફડીઆઇને ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવી રહી હોવાનો દાવો કરે છે, પણ જો સરકાર ખેડૂતોના મુદ્દે આટલી જ સિરિયસ હોય તો છેલ્લાં ૬૫ વર્ષથી ખેડૂતોએ આત્મહત્યા શા માટે કરવી પડે છે?

સીએમનું મૌન

એફડીઆઇને મુદ્દે વિરોધપક્ષ કેન્દ્રમાં સરકારને સાણસામાં લઈ રહ્યો છે ત્યારે રાજ્યના ચીફ મિનિસ્ટર પૃથ્વીરાજ ચવાણે આ મુદ્દે કશું પણ કહેવાનું ટાYયું છે. તેમણે કહ્યું હતું કે સમય આવ્યે તેઓ આ બાબતે તેમનું મંતવ્ય આપશે.

સરકાર પર યુએસનું દબાણ : સીપીઆઇ

કમ્યુનિસ્ટ પાર્ટી ઑફ ઇન્ડિયા (સીપીઆઇ) દ્વારા ગઈ કાલે યુએસ ઍમ્બેસેડરે કરેલા સ્ટેટમેન્ટ કે ‘ઇન્ડિયા હવે રીટેલ ક્ષેત્રમાં એફડીઆઇને મંજૂરી આપવા તૈયાર થઈ ગયું છે’નો ભારે વિરોધ કરવામાં આવ્યો હતો. સીપીઆઇના નૅશનલ સેક્રેટરી ડી. રાડાએ કહ્યું હતું કે ‘તેમના દ્વારા કરવામાં આવેલા આ સ્ટેટમેન્ટથી એ સ્પષ્ટ જણાય છે કે કેન્દ્ર સરકાર હવે તેમના કેટલા પ્રેશરમાં આવી ગઈ છે. સંસદનું શિયાળુ સત્ર જ્યારે ચાલી રહ્યું  છે ત્યારે  સરકારે સંસદમાં લોકોને અને ઇકૉનૉમીને સ્પર્શતા આ મહત્વના મુદ્દાને વિશ્વાસમાં લેવા જોઈતા હતા.’વારંવાર સંસદનું કામ અટકી જોતું હોવાથી તેમણે સરકારને જ આ માટે દોષી ઠેરવી હતી અને કહ્યું હતું કે મોંઘવારી, કરપ્શન જેવા મુદ્દાઓ પર પણ સંસદમાં ચર્ચા થવી જોઈએ.

ચર્ચાને અવકાશ નથી : અડવાણી

એફડીઆઇના મુદ્દે બીજેપીના રાષ્ટ્રીય નેતા લાલકૃષ્ણ અડવાણીએ કહ્યું હતું કે આ મુદ્દે અમારો વિરોધ અટલ છે અને એ બાબતે ચર્ચાને કોઈ અવકાશ નથી. તેમણે ફાઇનૅન્સ મિનિસ્ટર પ્રણવ મુખરજીને કહ્યું હતું કે ‘એફડીઆઇના મુદ્દે સભામોકૂફીના પ્રસ્તાવને અમે હળવો કરવા નથી માગતા. લોકસભાનાં વિરોધપક્ષનાં નેતા સુષમા સ્વરાજે એફડીઆઇના મુદ્દે ઑલ પાર્ટી મીટિંગનો આ માટે જે પ્રસ્તાવ મૂક્યો છે એનો અમલ થવો જોઈએ.’

ઇન્ટરનૅશનલ પ્રેશર : મુરલી મનોહર જોશી

એફડીઆઇના વિરોધમાં બોલતા બીજેપીના વરિષ્ઠ નેતા મુરલી મનોહર જોશીએ કહ્યું હતું કે ‘સરકાર યુએસ, યુકે અને ફ્રાન્સના દબાણમાં આવીને એફડીઆઇને બહુમતી મેળવવાનો વિશ્વાસ હોય તો તેમણે સભામોકૂફીના પ્રસ્તાવનો સામનો કરવો જોઈએ. ઇન્ટરનૅશનલ પ્રેશરમાં આવી જઈને સરકારે એવો કોઈ જ સ્ટડી નથી કયોર્ કે વૉલમાર્ટ, મેટ્રો, કૅર ફૉર અને ટેસ્કોને કારણે ૪૦થી ૫૦ લાખ જૉબ ક્રીએટ થશે. અમે આ મુદ્દે સરકાર સાથે ચર્ચા કરવા માગીએ છીએ અને  સરકારને જણાવવા માગીએ છીએ કે બહુમતી એફડીઆઇના વિરોધમાં છે.’

સરકારને વિશ્વાસ નથી : સુષમા સ્વરાજ

એફડીઆઇને મુદ્દે સુષમા સ્વરાજે કહ્યું હતું કે ‘સરકાર આ બાબતે સંસદમાં ચર્ચા કરવા અને વોટિંગ કરવાથી શા માટે ગભરાઈ રહી છે? એ જ બતાવે છે કે બહુમતી મળશે એવી સરકારને આશા નથી.’ Whatsapp-channel Whatsapp-channel

01 December, 2011 05:41 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK