9 વર્ષની દીકરીનો બળાત્કાર કરવાનો પ્રયત્ન કરનાર પિતાની ધરપકડ

Updated: 4th October, 2020 13:17 IST | Gujarati Mid-day Online Correspondent | Mumbai

પીડિતાની માતા છેલ્લા એક વર્ષથી ક્ષય રોગથી પીડાય છે

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

ડોંબિવલી પોલીસે 9 વર્ષની દીકરીનો બળાત્કાર કરવાની કોશિશ કરનાર પિતાની ધરપકડ કરી છે. આરોપી વિરુધ્ધ એફઆઈઆર નોંધવામાં આવી છે. વધુ તપાસ ચાલુ છે. પોલીસ અધિકારીઓએ આપેલી માહિતી મુજબ, પીડિતાની માત છેલ્લા એક વર્ષથી ક્ષય રોગથી પીડાય છે.

હિન્દુસ્તાન ટાઈમ્સના અહેવાલ પ્રમાણે, પીડિતાની માતા ક્ષય રોગની ગંભીર બીમારીથી પીડાતી હોવાથી તે નવ વર્ષની દીકરી સાથે નજીકમાં આવેલા પોતાની માતાના ઘરે શિફ્ટ થઈ ગઈ હતી. દીકરી બન્ને ઘરે આવતી જતી રહેતી હતી. પરંતુ રાત્રે માતા પાસે જ રહેતી. દીકરીનો પિતા અને આરોપી દૈનિક વેતન પર કામ કરે છે. હાલ તેની પાસે નોકરી ન હોવાથી તે ઘરમાં એકલો જ હતો.

રામનગર પોલીસ સ્ટેશનના સિનિયર ઈન્સપેક્ટર સુરેશ અહેરે કહ્યું કે, ગુરુવારે દીકરી તેના પિતાના ઘરે રમવા માટે ગઈ હતી. ત્યારે આરોપી સુતેલો હતો. પણ દીકરીને ઘરમાં અવોલી જોઈને તેણે દરવાજો બંધ કરીને તેના પર બળાત્કાર ગુજારવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, દીકરી ગમે તેમ કરીને તેની પકડમાંથી છટકીને નાસી જવામાં સફળ થઈ હતી અને ભાગીને દાદીના ઘરે જતી રહી હતી. ત્યાં જઈને તેણે માતા અને દાદીને આખી વાત કહી હતી. બાદમાં તેમણે એફઆઈઆર નોંધાવી હતી.

રામનગર પોલીસે આઈપીસીની ધારા 376 હેઠળ ગુનો નોંધ્યો છે. વધુ તપાસ ચાલુ છે.

First Published: 4th October, 2020 13:09 IST
Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK