પોતાની ડેપ્યુટી સુપરિન્ટેન્ડન્ટ ઑફ પોલીસ પુત્રીને સલામ કરતી વખતે આંધ્રપ્રદેશના એક પોલીસ-ઇન્સ્પેક્ટરની છાતી ગજ-ગજ ફૂલી હતી.
તિરુપતિમાં પોલીસ મીટિંગ દરમિયાન હાલ તિરુપતિ કલ્યાણી ડૅમ પોલીસ ટ્રેઇનિંગ સેન્ટરમાં ફરજ બજાવી રહેલા પોલીસ બેડાના ઇન્સ્પેક્ટર શ્યામ સુંદરે ‘ઇગ્નાઇટ’ નામે યોજાયેલી પોલીસની સભામાં તેમની ડીએસપી પુત્રી જેસ્સી પ્રસંતીને જોઈ હતી.
પોતાની ઉપરી અધિકારી એવી પુત્રીને જોતાંવેંત સુંદરે તેને સલામ કરી હતી.
આ ક્ષણના ઘણા લોકો સાક્ષી બન્યા હતા અને સૌ ભાવુક થઈ ગયા હતા.
પ્રસંતી થોડાં વર્ષોમાં ઉચ્ચ આઇપીએસની સભ્ય બની જશે.
પિતાએ સલામ કરતાં પ્રસંતીએ પણ એ જ રીતે પિતાને સલામ કરી હતી અને પછી મુક્ત મને હસી પડી હતી અને તેલુગુમાં કહ્યું હતું, ‘એન્તી નન્ના? (આ શું છે પપ્પા?)’
ત્યાં હાજર સેંકડો અધિકારીઓ આ દુર્લભ વ્યાવસાયિક ક્ષણના સાક્ષી બન્યા હતા.
સુંદરે કહ્યું હતું કે ‘બાળકો જીવનમાં સફળ થાય એનાથી વધુ મોટી ખુશી બીજી કોઈ નથી. મને વિશ્વાસ છે કે મારી પુત્રી નિષ્ઠાપૂર્વક લોકોની સેવા કરશે.’
આ વિશે તિરુપતિ સુપરિન્ટેન્ડન્ટ ઑફ પોલીસ (એસપી) રમેશ રેડ્ડીએ જણાવ્યું હતું કે ‘આવાં દૃશ્યો સામાન્યપણે ફિલ્મોમાં જોવા મળે છે. પિતા-પુત્રીની જોડીને યુનિફૉર્મમાં તિરુપતિના કાર્યક્રમમાં ફરજ બજાવતી જોઈને મને ગર્વની લાગણી થઈ. ઑલ ધ બેસ્ટ, પ્રસંતી.’
Lalu Prasad Yadavની હાલત ગંભીર, ચાર્ટર્ડ પ્લેનથી દિલ્હી લઈ જવામાં આવશે
23rd January, 2021 15:53 ISTપશ્ચિમ બંગાળ: BJP અને TMC કાર્યકરો વચ્ચે ઘર્ષણ, અનેક વાહનોમાં લગાવી આગ
23rd January, 2021 14:58 ISTઅર્નબ ગોસ્વામી ચેટની તપાસ માટે જેપીસી નિમો
23rd January, 2021 14:39 ISTકૅમ્બ્રિજ ઍનૅલિટિકા, ગ્લોબલ સાયન્સ રિસર્ચ સામે સીબીઆઇએ કેસ નોંધ્યો
23rd January, 2021 14:37 IST