Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > ૫૭ રૂપિયાની નોકરીમાંથી પાંચ હજાર કરોડના સામ્રાજ્યના સર્જકની વિદાય

૫૭ રૂપિયાની નોકરીમાંથી પાંચ હજાર કરોડના સામ્રાજ્યના સર્જકની વિદાય

19 October, 2012 05:58 AM IST |

૫૭ રૂપિયાની નોકરીમાંથી પાંચ હજાર કરોડના સામ્રાજ્યના સર્જકની વિદાય

૫૭ રૂપિયાની નોકરીમાંથી પાંચ હજાર કરોડના સામ્રાજ્યના સર્જકની વિદાય




રશ્મિન શાહ

રાજકોટ, તા. ૧૯

ગઈ કાલે બપોરે અઢી વાગ્યે અજન્તા અને ઑર્પેટ ગ્રુપના ફાઉન્ડર ચૅરમૅન તથા કડવા પાટીદાર સમાજના અગ્રણી અને શ્રી ઉમિયાધામના પ્રમુખ ઓધવજી (ભાલોડિયા) પટેલનું ૮૭ વર્ષની વયે મોરબીના સનાળા રોડ પર આવેલા રેવા પૅલેસ નામના તેમના ઘરે નિધન થયું હતું. ઓધવજીભાઈ છેલ્લા ચારેક મહિનાથી ન્યુમોનિયા અને કિડનીની તકલીફ ભોગવી રહ્યા હતા. હૉસ્પિટલમાં સારવાર પછી પણ કોઈ અસર ન દેખાતાં તેમને ઘરે શિફ્ટ કરવામાં આવ્યા હતા, જ્યાં તેમણે ગઈ કાલે જીવ છોડ્યો હતો. ૫૭ રૂપિયા વેતનની સામાન્ય માસ્તરની નોકરીમાંથી પાંચ હજાર કરોડનું અજન્તા અને ઑર્પેટ ગ્રુપ સર્જવાનું શ્રેય ઓધવજીભાઈ હંમેશાં પોતાની મહેનતને આપતા.

આજીવન સામાજિક કાર્યકર્તા

ઓધવજીભાઈ છેલ્લાં પંદર વર્ષથી નિવૃત્ત થઈને સામાજિક કાર્યો કરતા હતા. આ સમયગાળા દરમ્યાન તેમણે પાણી બચાવો અભિયાન અંતર્ગત ચાર હજારથી વધુ ચેકડૅમો બંધાવ્યા તો ખેડૂતોને એજ્યુકેટ કરવા માટે એક હજારથી વધુ સેમિનાર કર્યા હતા. કડવા પાટીદારોને એક કરવાના હેતુથી ઓધવજીભાઈએ શ્રી ઉમિયાધામની જવાબદારી પોતાના શિરે લીધી હતી અને કડવા પાટીદારોને એક કર્યા અને છેલ્લા એક દસકામાં સિદસર અને ઊંઝા એમ બે વાર કરોડોના ખર્ચે ઉમિયા મહોત્સવની ઉજવણી કરી.

ઓધવજીભાઈનાં પૌત્રો, પૌત્રીઓ અને અન્ય સગાંસંબંધીઓ મુંબઈ, દિલ્હી અને વિદેશમાં વસતાં હોવાથી સૌ અંતિમયાત્રામાં સામેલ થઈ શકે એ માટે તેમના અંતિમ સંસ્કાર આજે સવારે નવ વાગ્યે મોરબી શહેરમાં રાખવામાં આવ્યા છે.

મોદીની શ્રદ્ધાંજલિ

ઓધવજીભાઈના અવસાનના સમાચાર મળ્યાં પછી ગુજરાતના મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીએ શોકસંદેશો પાઠવતાં કહ્યું હતું કે ‘એક એવા ગુજરાતી ઑન્ટ્રપ્રનરને આપણે આજે ગુમાવ્યા છે જેણે દુનિયાને સમયની સાથે રહેતાં શીખવ્યું છે. ઓધવજીભાઈ માત્ર સારા ઉદ્યોગપતિ જ નહીં; ઉમદા વ્યક્તિ, શ્રેષ્ઠ પ્રહરી અને સર્વોત્તમ સમાજસેવક હતા.’

શિક્ષકથી ઉદ્યોગપતિ સુધીની સફર

ઓધવજીભાઈનો જન્મ ૨૪ જુલાઈ, ૧૯૨૫ના રોજ થયો હતો. ૧૯૪૮માં તેઓે ભાવનગરની શામળદાસ સાયન્સ કૉલેજમાંથી ગ્રૅજ્યુએટ થયા અને પછી ૧૯૫૦માં મોરબીની વી. સી. ટેãક્નકલ હાઈ સ્કૂલમાં મૅથના ટીચર તરીકે જોડાયા. એ સમયે તેમને માત્ર ૫૭ રૂપિયાનો પગાર મળતો હતો. લગભગ અઢાર વર્ષ સુધી માસ્તર રહ્યા પછી ૧૯૭૦માં ઓધવજીભાઈએ મોરબીના લાતી પ્લૉટ વિસ્તારમાં અજન્તા બ્રૅન્ડની ઘડિયાળ બનાવવાનું શરૂ કયુર્. માત્ર અઢીસો ફૂટની જગ્યામાં શરૂ કરવામાં આવેલા આ કારખાનાની અજન્તા બ્રૅન્ડ ઓધવજીભાઈએ દસ જ વર્ષમાં દેશભરમાં અને પંદર વર્ષમાં દુનિયાભરમાં પહોંચાડી દીધી. એક સમયે માત્ર વૉલ-ક્લૉક બનાવતા અજન્તા ગ્રુપની સાથે તેમના દીકરાઓએ ઓરેવા અને ઑર્પેટ ગ્રુપ જોડ્યાં. આ ગ્રુપમાં આજે વૉલ-ક્લૉક બનાવવા ઉપરાંત હોમ અપ્લાયન્સિઝ, વિટ્રીફાઇડ ટાઇલ્સ, સીએફએલ, ઈ-બાઇક, ફોન-સેલફોન ઇન્સ્ટ%મેન્ટ, ફૂડ પ્રોડક્ટસ, રિયલ એસ્ટેટ, એફએમસીજી પ્રોડક્ટસ, ઍલ્યુમિનિયમ સેક્શન પ્રોડક્ટસ અને ઇલેક્ટ્રૉનિક કમ્પોનન્ટ્સ જેવાં સત્તર ફીલ્ડમાં કાર્યરત છે. અજન્તા-ઑર્પેટ ગ્રુપની પ્રોડક્ટ આજે દુનિયામાં સોથી વધુ દેશોમાં એક્સપોર્ટ થાય છે.

સીએફએલ = કૉમ્પૅક્ટ ફ્લોરેસન્ટ લૅમ્પ

એફએમસીજી = ફાસ્ટ મૂવિંગ કન્ઝ્યુમર ગુડ્સ


Whatsapp-channel Whatsapp-channel

19 October, 2012 05:58 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK