નાલાસોપારા (ઈસ્ટ)માં નગીનદાસ પાડામાં આવેલા કોણાર્ક અપાર્ટમેન્ટમાં રહેતા ૨૪ વર્ષના નવાઝ સલીમ ખાને તેના બે વર્ષના દીકરા હાશિરના ગાલ પર તેની પાસે રહેલા સિગારેટના લાઇટરથી ડામ આપ્યો હોવાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. બાળકને આ સજા મળવાનું ફક્ત એટલું કારણ હતું કે તે તેના મુંબઈમાં રહેતા કાકાના ઘરે જવા માગતો હતો, પરંતુ નવાઝ ખાને તેને પરવાનગી આપવાને બદલે ત્યાં જવા ના પાડી દીધી હતી. એથી બાળક સતત રડી રહ્યો હતો એથી રોષે ભરાઈને નવાઝે લાઇટરનો ઉપયોગ કરીને તેના જમણા ગાલ પર ચટકા આપ્યા હતા.
તુલિંજ પોલીસ સ્ટેશનથી મળેલી માહિતી અનુસાર ‘નવાઝ ખાને રોષે ભરાઈને તેની ૨૪ વર્ષની પત્ની તયાબ્બા તેના દીકરાને ચટકા આપવાથી રોકવામાં વચ્ચે પડી તો તેને પણ લાત મારી અને ચામડાના બૅલ્ટથી મારપીટ કરી હતી. એ બાદ તેની પત્નીએ પોલીસમાં ફરિયાદ કરી હતી.
Mumbai:પૉક્સો એક્ટમાં 3 વર્ષ સજા કાપ્યા પછી આરોપીએ સ્વીકાર્યો ગુનો
17th January, 2021 15:30 ISTથપ્પડ મારવા અને અપશબ્દો બોલવાના આરોપમાં મહેશ માંજરેકર વિરુદ્ધ FIR દાખલ
17th January, 2021 14:02 ISTYeh Rishta Kya Kehlata Hai અને શૉ છોડવા અંગે હિના ખાને કહી આ વાત...
17th January, 2021 12:04 ISTCorona Vaccine: વિપક્ષના પ્રશ્નો પર રાજનાથ સિંહનો જવાબ, કહ્યું આ...
17th January, 2021 11:54 IST