ટોલનાકા પર સર્જાતો ટ્રાફિક જૅમ ખાળવા અને હાઇવે પરનો ટ્રાફિક સ્મૂધલી ચાલ્યા કરે એ માટે આજે ૧૫ ફેબ્રુઆરીએ મધરાતે ૧૨ વાગ્યાથી ફાસ્ટૅગ ફરજિયાત કરવામાં આવ્યું છે. એ માટે આ પહેલાં મુદતની તારીખ લંબાવવામાં આવી હતી, પણ હવે મુદત લંબાવવામાં નહીં આવે એમ કેન્દ્રના મિનિસ્ટ્રી ઑફ રોડ ટ્રાન્સપોર્ટ ઍન્ડ હાઇવેએ જણાવ્યું છે.