ફૅશન-ડિઝાઇનરે સીએ પર મૂક્યો બળાત્કારનો આરોપ

Published: 4th January, 2021 12:01 IST | Gujarati Mid-day Correspondent | Mumbai

ફરિયાદમાં જણાવ્યા અનુસાર બન્નેની મુલાકાત ગયા વર્ષે જાન્યુઆરીમાં સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ પર થઈ હતી

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

૨૫ વર્ષની ફૅશન-ડિઝાઇનરે એક સીએ પર તેની સાથે લગ્નના ઓઠા હેઠળ બળાત્કાર કરવાનો આરોપ મૂકતાં મુંબઈ પોલીસે તેની સામે કેસ દાખલ કર્યો હોવાનું પોલીસે ગઈ કાલે જણાવ્યું હતું.

ગુરુવારે રાતે મહિલાએ કુર્લાના ગોવાવાલા કમ્પાઉન્ડમાં રહેતા ફર્કવાન ખાન સામે ફરિયાદ નોંધાવતાં વાકોલા પોલીસ સ્ટેશનમાં એફઆઇઆર દાખલ કરવામાં આવ્યો હતો. ફરિયાદમાં જણાવ્યા અનુસાર બન્નેની મુલાકાત ગયા વર્ષે જાન્યુઆરીમાં સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ પર થઈ હતી. ટૂંક સમયમાં તેમણે ઑનલાઇન ચૅટિંગ શરૂ કર્યું હતું. બીજા જ મહિને ફર્કવાન ખાને મહિલા પાસેથી અંગત વપરાશ માટે ૧૦,૦૦૦ રૂપિયાની માગણી કરી, જે મહિલાએ તેના મિત્ર પાસેથી ઉધાર લઈને આપ્યા હતા. જોકે મહિલાએ પૈસા પાછા માગતાં તે બહાનાં બતાવવા માંડ્યો હતો.  સપ્ટેમ્બર મહિનામાં પર્સનલી મળીને પૈસા પાછા આપવાનું જણાવતાં મહિલા તેના ઘરે એકલી જ પહોંચી હતી, જ્યાં ફર્કવાન ખાને તેને લગ્નનું વચન આપીને તેના પર બળાત્કાર કરી તેને  વારંવાર ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું. મહિલાએ કંટાળીને આખરે પોલીસ-ફરિયાદ નોંધાવી હતી.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK