પવાર કાકા-ભત્રીજો રક્તરંજિત દિવાળી ઊજવે : રાજુ શેટ્ટી

Published: 14th November, 2012 03:40 IST

રાજ્યમાં શેરડી ઉગાડતા ખેડૂતોને શેરડીના યોગ્ય ભાવ મળે એ માટે આંદોલન ચલાવી રહેલા સ્વાભિમાની શેતકરી સંઘટનાના લીડર રાજુ શેટ્ટી, સદાભાઉ ખોત, સતીશ કાકડે સહિત છ સમર્થકોને પકડી લેવામાં આવ્યા હતા.

તેમને ૧૪ દિવસની જેલકસ્ટડી આપવામાં આવતાં યેરવડા જેલમાં મોકલવામાં આવ્યા છે. ગઈ કાલે રાજુ શેટ્ટીએ કહ્યું હતું કે ‘ખેડૂતોના હિત માટે અમે જેલમાં જવા તૈયાર છીએ અને જેલમાંથી આંદોલન ચલાવીશું, પછી ભલે પવાર કાકા-ભત્રીજો (શરદ પવાર અને અજિત પવાર) રક્તરંજિત દિવાળી ઊજવે. અમને અમારા બે સાથીદારોનાં મૃત્યુનું બહુ દુખ છે. તેમના માટે અમે અમારા જામીન નકાર્યા છે. અમે સમર્થકોને અપીલ કરીએ છીએ કે તેઓ શાંતિથી આંદોલન ચલાવે, હિંસક ધોરણ ન અપનાવે.’

અરવિંદ કેજરીવાલ આજે યેરવડા જેલમાં જઈને રાજુ શેટ્ટીને મળવાના છે. રાજુ શેટ્ટીને પકડવામાં આવતાં આ સમાચાર રાજ્યના ગ્રામીણ વિસ્તારોમાં ફરી વળતાં ખેડૂતો હજારોની સંખ્યામાં રસ્તા પર ઊતરી આવ્યા હતા અને રસ્તારોકો આંદોલન કર્યું હતું.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK