શિયાળુ પાક માટે ખેડૂતોને ૭૦ દિવસ સુધી પાણી મળશે: નીતિન પટેલ

Published: Jan 13, 2020, 14:41 IST | Ahmedabad

રાજ્ય સરકાર તરફથી ઉપમુખ્ય પ્રધાન નીતિન પટેલે આ અંગેની જાહેરાત કરતાં જણાવ્યું કે સરકાર દ્વારા ૭૦ દિવસ સુધી સિંચાઈનું પાણી આપવામાં આવશે.

શિયાળુ પાક માટે રાજ્ય સરકાર દ્વારા ખેડૂતો માટે મહત્ત્વની જાહેરાત કરવામાં આવી છે. આ મામલે ઉપમુખ્ય પ્રધાન નીતિન પટેલ દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે શિયાળુ પાકની સિંચાઈ માટે સરકાર દ્વારા પાણી આપવામાં આવશે.

રાજ્યના ખેડૂતો માટે ખુશીના સમાચાર પ્રાપ્ત થયા છે. હાલમાં ખેડૂતોને શિયાળુ પાકને લઈને પાણીની જે ચિંતા હતી એ સરકાર દ્વારા દૂર કરવામાં આવી છે. રાજ્ય સરકાર તરફથી ઉપમુખ્ય પ્રધાન નીતિન પટેલે આ અંગેની જાહેરાત કરતાં જણાવ્યું કે સરકાર દ્વારા ૭૦ દિવસ સુધી સિંચાઈનું પાણી આપવામાં આવશે.
શિયાળુ પાક માટે સરકાર દ્વારા ખેડૂતો માટે મહત્ત્વની જાહેરાત કરવામાં આવી છે. આ મામલે નીતિન પટેલે જણાવ્યું કે સરદાર સરોવર ડૅમમાં પાણી હોવાથી સિંચાઈ માટે પાણી આપવામાં આવશે.
ડેપ્યુટી સીએમ નીતિન પટેલે કહ્યું કે તંત્ર દ્વારા કડી, કલોલ, સાણંદ, પાટડી, વઢવાણ, લખતર તાલુકાના ખેડૂતોને પાણી અપાશે જેમાં સતત ૭૦ દિવસ સુધી ખેડૂતોને નર્મદાનું પાણી આપવા માટેનો સરકાર દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે એવું ડેપ્યુટી સીએમ નીતિન પટેલે જણાવ્યું હતું.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK