ખેડૂતો સત્તા-પરિવર્તન નહીં, તેમની સમસ્યાનો ઉકેલ ઇચ્છે છે : ટિકૈત

Published: 11th February, 2021 09:45 IST | Agency | New Delhi

વિરોધ કરી રહેલાં ખેડૂતો કેન્દ્રમાં સત્તા પરિવર્તન નહીં પરંતુ તેમની સમસ્યાનો ઉકેલ ઇચ્છે છે એમ ભારપૂર્વક જણાવતાં ભારત કિસાન યુનિયનના નેતા રાકેશ ટિકૈતે કહ્યું હતું...

ભારત કિસાન યુનિયનના નેતા રાકેશ ટિકૈત (તસવીર સૌજન્ય - મિડ-ડે)
ભારત કિસાન યુનિયનના નેતા રાકેશ ટિકૈત (તસવીર સૌજન્ય - મિડ-ડે)

વિરોધ કરી રહેલાં ખેડૂતો કેન્દ્રમાં સત્તા પરિવર્તન નહીં પરંતુ તેમની સમસ્યાનો ઉકેલ ઇચ્છે છે એમ ભારપૂર્વક જણાવતાં ભારત કિસાન યુનિયનના નેતા રાકેશ ટિકૈતે કહ્યું હતું કે તેમના ઘણા નેતાઓ આ ચળવળને આગળ વધારવા દેશના વિવિધ રાજ્યોનો પ્રવાસ કરી રહ્યાં છે.

સિંધુ બોર્ડર પર વિરોધ કરી રહેલાં ખેડૂતોને સંબોધન કરતાં તેમણે કહ્યું હતું કે ફાર્મ લૉ વિરુદ્ધની આ ચળવળ કેન્દ્ર આ મુદ્દા પર લક્ષ ન આપે ત્યાં સુધી લંબાવાશે. અમે કેન્દ્રમાં સત્તા પરિવર્તન નથી ઇચ્છતાં સરકારે તેનું કામ કરવું જોઇએ. સરકાર ફાર્મ લૉ રદ કરે અને એમએસપી પર કાયદો ઘડે એમ તેઓએ જણાવ્યું હતું. સરકાર જ્યાં સુધી ખેડૂતો સાથે વાતચીતની શરૂઆત નહીં કરે ત્યાં સુધી આ ચળવળ લંબાવાશે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK