શરદ પવારે મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારી પર નિશાનો સાધતા કહ્યું કે કંગના રણોતને મળવાનો સમય છે પણ ખેડૂતોને મળવાનો નહીં.
ખેડૂતોનું આંદોલન આજે સતત 61મા દિવસે દિલ્હીની સીમાઓ પર ચાલુ છે. આ દરમિયાન આજે ખેડૂતોના સમર્થનમાં મુંબઇના આઝાદ મેદાનમાં ખેડૂતોની રેલી થઈ. આ રેલીમાં પહોંચેલા એનસીપી પ્રમુખ શરદ પવારે રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારી પર નિશાનો સાધ્યો.
તેમણે કહ્યું કે, "મહારાષ્ટ્રના ઇતિહાસમાં આવા રાજ્યપાલ નથી મળ્યા. ખેડૂતો આજે મુંબઇમાં છે પણ રાજ્યપાલ ગોવા ચલ્યા ગયા. રાજ્યપાલ પાસે કંગનાને મળવાનો સમય છે પણ ખેડૂતોને મળવાનો સમય નથી."
પવારે કહ્યું કે મુંબઇ શહેર દેશનો મહત્વનો શહેર છે આઝાદીની લડાઇમાં પણ મુંબઇની મુખ્ય ભૂમિકા હતી. આ લડાઇ સરળ નથી. જેમના હાથમાં સરકાર છે તેમને ખેડૂતોની કોઇ ચિંતા નથી. આટલા દિવસોથી ખેડૂતોનું આંદોલન ચાલી રહ્યું છે પણ પીએમ મોદીએ અત્યાર સુધી ખેડૂતોના સમાચાર સુદ્ધાં નથી લીધા.
કંગના રણોત કેસમાં ક્રાઇમ બ્રાન્ચ સામે કાલે નિવેદન નોંધાવશે હ્રિતિક રોશન
26th February, 2021 15:47 ISTશ્રીદેવી બાદ કૉમેડીમાં હાથ અજમાવનાર પોતાને પહેલી ઍક્ટ્રેસ ગણાવી કંગનાએ
26th February, 2021 12:50 ISTમનાલીમાં કંગના શરૂ કરશે કૅફે અને રેસ્ટોરાં
24th February, 2021 11:00 ISTTotal Timepass:તાપસી, અનુરાગનો દો બારા પોઝ, કંગનાનો ખુલાસો, દસવીની ટીમ
23rd February, 2021 10:46 IST