Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > સૌરાષ્ટ્ર-કચ્છના ઘણા વિસ્તારોમાં કરા સાથે માવઠું, ખેડૂતોના પાકને નુકસાન

સૌરાષ્ટ્ર-કચ્છના ઘણા વિસ્તારોમાં કરા સાથે માવઠું, ખેડૂતોના પાકને નુકસાન

14 December, 2019 09:30 AM IST | Ahmedabad

સૌરાષ્ટ્ર-કચ્છના ઘણા વિસ્તારોમાં કરા સાથે માવઠું, ખેડૂતોના પાકને નુકસાન

ગુજરાતમાં કમોસમી વરસાદ

ગુજરાતમાં કમોસમી વરસાદ


(જી.એન.એસ.) રાજ્યમાં કમોસમી માવઠાની સ્થિતિને કારણે અમદાવાદ અને ગાંધીનગરમાં હવામાનમાં એકાએક પલટો આવી ગયો છે. સૌરાષ્ટ્ર-કચ્છ સહિત સમગ્ર રાજ્યમાં વહેલી પરોઢે ધુમ્મસ સાથેની ચાદર છવાયેલી જોવા મળી હતી. બનાસકાંઠામાં માર્ગો પર ગાઢ ધુમ્મસ રહેતાં વિઝિબિલિટી બિલકુલ ઓછી રહી હતી.

સવારે ગાંધીનગરથી અડાલજ ખાતે પણ ભારે ધુમ્મસ આચ્છાદિત વાતાવરણ રહેતાં ૧૦ ફીટ સુધીની જ વિઝિબિલિટી હતી, જેને પગલે વાહનચાલકોને હેડલાઇટ ચાલુ રાખવા છતાં પણ વધુ અંતર સુધી જોવામાં મુશ્કેલી પડી રહી હતી. દરમિયાન ગુજરાતની સરહદ નજીકના રાજ્ય રાજસ્થાનમાં કરા સાથેનો ધોધમાર વરસાદ વરસ્યો હતો અને સરહદી વિસ્તારોમાં ગાઢ ધુમ્મસ છવાયું હતું.

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરરૂપે સૌરાષ્ટ્ર-કચ્છમાં ફરી કમોસમી વરસાદ ખાબકી જતાં ઘણાં સ્થળે અષાઢ જેવો માહોલ છવાઈ ગયો હતો. ગોંડલ પંથકમાં તો મિની વાવાઝોડા સાથે વરસાદ ખા બક્યો હતો. રાજકોટ અને જામનગર જિલ્લામાં કેટલાંક સ્થળે, જ્યારે કચ્છમાં તો વ્યાપકપણે માવઠાં થતાં કિસાનોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. આ માવઠાથી રવી સીઝનના ચણા, જીરું અને ધાણા તેમ જ ખરીફ પાક પૈકી એરંડા અને કપાસને નુકસાન થવા પામ્યું છે.

કચ્છમાં સાર્વત્રિક કમોસમી વરસાદ ચિંતા ફેલાવી ગયો છે. અબડાસા, નલિયા, લખપત અને ભુજમાં ઝાપટાં વરસ્યાં હતા તો માંડવીમાં અડધો ઇંચ, રાપરમાં બે મિમી, માંડવીના કોડાઈ, મસ્કા, આડેસર સહિત વિસ્તારો અને ખાવડા પંથકમાં પણ ઝાપટાં પડતાં વાતાવરણ અષાઢ જેવું બની ગયું હતું. વાગડ વિસ્તારમાં તો માવઠાને પગલે ખેતરોમાં પાણી ભરાઈ જવાથી વ્યાપક નુકસાન થયું છે. ગવરીપર, બુઢા-ખેંગારપર, ખડીર સહિતનાં ગામોમાં ખેતરોમાં પાણી ભરાઈ ગયાં છે. કચ્છમાં આ ચોમાસે લીલા દુકાળ જેવી સ્થિતિ બાદ હવે આ માવઠાને લીધે જીરુના વાવેતરને નુકસાન થઈ રહ્યું છે.

રાજકોટના ગોંડલ સહિત આસપાસના વિસ્તારોના વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ગોંડલ પંથકમાં વાવાઝોડા સાથે વરસાદ તૂટી પડ્યો હતો. પીપળિયા, ભરૂડી સહિતનાં ગામોમાં વાવાઝોડા સાથે વરસાદ થયો હતો, જેનાથી રવી પાકને ભારે નુકસાન થવાની ભીતિ છે.

આ પણ જુઓ : આ ગુજરાતીઓએ કુદરતની વચ્ચે જાત સાથે વીતાવ્યો સમય

વેરાવળમાં ૨૦૦૦ ગૂણી મગફળી પલળી ગઈ
રાજ્યમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર હેઠળ કમોસમી વરસાદ વરસી રહ્યો છે. અરબી સમુદ્રમાં એક પછી એક ચક્રાવાતો સિસ્ટમ સર્જી રહ્યા છે અને એના કારણે રાજ્યમાંથી કમોસમી વરસાદ બંધ થવાનું નામ નથી લઈ રહ્યો. ચોમાસુ પાકની નિષ્ફળતાનો માર સહન કરી રહેલા ખેડૂતો અને વેપારીઓને માગશરનું માવઠું પડ્યા માથે પાટુ સમાન છે. દરમિયાન છેલ્લા બે દિવસથી વરસેલા વરસાદના કારણે ગીર સોમનાથ જિલ્લામાં ફરી એક વાર એપીએમસીમાં રાખેલી મગફળી પલળી ગઈ છે. જિલ્લાના વડા મથક વેરાવળના કાજલી નજીક આવેલા એપીએમસીમાં ખુલ્લામાં પડેલી અને તાડપત્રીમાં ઢાંકેલી આશરે ૨૦૦૦ બોરી મગફળી પલળી જતાં ખેડૂતો અને વેપારીઓને નુકસાની જાય એવી ભીતિ છે. વરસાદ પડતાંની સાથે જ યાર્ડમાં ઠેર ઠેર મગફળી તરવા લાગી હોય એવાં દૃશ્યો જોવા મળ્યાં હતાં.


Whatsapp-channel Whatsapp-channel

14 December, 2019 09:30 AM IST | Ahmedabad

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK