દેશની રાજધાની દિલ્હીમાં ગણતંત્ર દિવસના અવસરે પ્રદર્શનકારી ખેડૂતો અને પોલિસ વચ્ચે ઘર્ષણ થયુ જેના લીધે હોબાળો મચી ગયો છે. ટ્રેક્ટર પરેડમાં અચાનક હિંસા ભડકી ઉઠી હતી. જે બાદ દિલ્હીના રસ્તા પર ઉગ્ર ખેડૂતોએ ખૂબ હંગામો મચાવ્યો હતો. આ ઘટનાની ચારે તરફ ચર્ચા થઈ રહી છે. તેમા એક નામ સૌથી વધુ ચર્ચાઈ રહ્યું છે. તે નામ છે પંજાબી અભિનેતા અને ગાયક દીપ સિદ્ધૂ (Deep Sidhu)નું. ખેડૂતોનું એક મોટુ જૂથ આ હિંસક ઘટનાઓનો વિરોધ કરી રહ્યું છે અને તેનો આરોપ કેટલાંક લોકો પર લગાવવામાં આવી રહ્યો છે. તેવામાં ખેડૂત નેતાઓએ અભિનેતા દીપ સિદ્ધુ પર ખેડૂતોને ભડકાવવા અને હિંસા ફેલાવવાનો આરોપ લગાવ્યો છે. લાલ કિલ્લા પર ઝંડો લહેરાવનાર દીપ સિદ્ધૂને એનઆઈએએ સમન્સ પાઠવ્યું છે. તો બીજી તરફ તેનું બૉલીવુડ ખાસ કરીને દેઓલ પરિવાર સાથે કનેક્શન હોવાનું કહેવામાં આવતા સની દેઓલ (Sunny Deol)ને સ્પષ્ટતા કરવાની ફરજ પડી છે.
આ પણ વાંચો: ખેડૂતોની ટ્રેક્ટર પરેડ ફેરવાઈ હિંસક ઘર્ષણમાં, વાંચો શું બન્યું આખા દિવસ દરમિયાન
ગઈ કાલે પ્રદર્શનકારી ખેડૂતો લાલ કિલ્લા સુધી પહોંચ્યા અને પબ્લિક પ્રોપર્ટીને નુકસાન પહોંચાડ્યુ હતું. લાલ કિલ્લા પર જઇને તેઓએ નિશાન સાહિબ પણ લહેરાવ્યો હતો. આ ઘટના બાદ રાજનીતિ ગરમાઇ છે અને આ હિંસાને ભડકાવવાનો આરોપ દીપ સિદ્ધૂપર લાગ્યો છે.
દીપ સિદ્ધૂ કોણ છે
દીપ સિદ્ધૂનો જન્મ 1984માં પંજાબના મુક્તસર જિલ્લામાં થયો હતો. પછી તેણે આગળ લૉનો અભ્યાસ કર્યો. કિંગફિશર મૉડેલ હંટ અવોર્ડ જીતવા પહેલા તે કેટલાક દિવસ બારનો સભ્ય પણ રહ્યો. તેણે અનેક બ્રાન્ડ અને ડિઝાઈનરો માટે મોડેલિંગ પણ કર્યું છે. વર્ષ 2015માં દીપ સિદ્ધૂની પહેલી પંજાબી ફિલ્મ ‘રમતા જોગી’ રીલીઝ થઇ. આ ફિલ્મ માટે તેને બેસ્ટ મેલ ડેબ્યૂડન્ટ ઈન પંજાબી સિનેમાનો એવૉર્ડ પણ મળ્યો હતો. જો કે તેને પ્રસિદ્ધિ વર્ષ 2018માં આવેલી ફિલ્મ ‘જોરા દસ નુમ્બરિયા’થી મળી, જેમાં તે ગેંગસ્ટરના રોલમાં હતો.
દીપ સિદ્ધૂ પર લાગ્યા છે આ આક્ષેપો
ભારતીય કિસાન યૂનિયન હરિયાણાના પ્રમુખ ગુરુનામ સિંહ ચઢૂનીએ દીપ સિદ્ધૂ પર પ્રદર્શનકારીઓને ઉશ્કેરવાનો અને ગેરમાર્ગે દોરવાનો આરોપ લગાડવામાં આવ્યો છે. તેમણે આક્ષપ કર્યો છે કે, દીપ સિદ્ધુએ ખેડૂતોને ઉશ્કેર્યા અને આઉટર રિંગ રોડ પરથી લાલ કિલ્લા પર લઇ ગયો. ખેડૂતો શાંતિપૂર્વક આંદોલન કરી રહ્યા હતા. આ આંદોલ ધાર્મિક આંદોલન નથી.
દરમિયાન લાલ કિલ્લા પર ઝંડો ફરકાવવા બદલ દીપ સિદ્ધૂએ કહ્યું હતું કે, લાલ કિલ્લા પર ઝંડો મેં જ ફરકાવ્યો છે. અમે પ્રદર્શનના પોતાના લોકતાંત્રિક અધિકાર અંતર્ગત નિશાન સાહિબનો ઝંડો લાલ કિલ્લા પર ફરકાવ્યો પરંતુ ભારતીય ધ્વજને હટાવવામાં નથી આવ્યો. સાથે જ તેણે પોતોના પર લાગેલ ખેડૂતોને ઉશ્કેરવાનો આક્ષેપ ફગાવી દીધો છે. તેણે કહ્યું કે, કેટલાક સંગઠનોના નેતાઓને નક્કી કરેલ રૂટને ફોલો ન કરવાની વાત પહેલા જ કરી હતી, પરંતુ ભારતીય કિસાન યુનિયનને આ વાતને નકારી કાઢી.
દીપ સિદ્ધૂનું પૉલિટિક્સ કનેક્શન
ગત લોકસભા ચૂંટણીમાં દીપ સિદ્ધૂએ ગુરદાસપુર બેઠક પરથી ભાજપ સાંસદ અને બૉલીવુડ અભિનેતા સની દેઓલ માટે ચૂંટણી પ્રચાર કર્યો હતો. દીપ સિદ્ધૂ ભાજપની નજીક હોવાની વાતને લઈને સોશિયલ મીડિયા પર તેની વડાપ્રધાન મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને સાંસદ સની દેઓલ સાથેની તસવીરો વાયરલ થઇ રહી છે. તેમજ સની દેઓલ સાથે ખાસ કનેક્શન હોવાની વાતોએ અફવા પકડી હતી.
દીપ સિદ્ધૂ સાથેના કનેક્શનની સની દેઓલે કરી સ્પષ્ટતા
સ્વરાજ પાર્ટીના નેતા યોગેન્દ્ર યાદવે કહ્યું કે, દિપ સિદ્ધૂ ચૂંટણીમાં સની દેઓલનો એજન્ટ રહ્યો છે. આ પ્રકારની ખબર આવ્યા બાદ સની દેઓલે ટ્વિટ કરીને જાણકારી આપી છે. અભિનેતાએ ટ્વીટમાં સ્પષ્ટતા કરતા જણાવ્યું કે, ‘આજે લાલ કિલ્લા પર જે પણ થયુ તેને જોઈને મારુ મન ખુબ દુઃખી થઈ ગયુ છે. પહેલા પણ 6 ડિસેમ્બરે ટ્વીરના માધ્યમથી હું સાફ કહી ચૂક્યો છું કે મારુ કે મારા પરિવારનું દિપ સિદ્ધૂ સાથે કોઈ જ કનેક્શન નથી’.
आज लाल क़िले पर जो हुआ उसे देख कर मन बहुत दुखी हुआ है, मैं पहले भी, 6 December को ,Twitter के माध्यम से यह साफ कर चुका हूँ कि मेरा या मेरे परिवार का दीप सिद्धू के साथ कोई संबंध नही है।
— Sunny Deol (@iamsunnydeol) January 26, 2021
जय हिन्द
દીપ સિદ્ધૂને NIA તરફથી મળી છે નોટીસ
દીપ સિદ્ધુ ખેડૂત આંદોલનમાં સતત બે મહિનાથી સક્રિય છે. થોડા દિવસ પહેલા દીપને શિખ ફોર જસ્ટિસ (SFJ) સાથેના સંબંધોને લઇને રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA)એ નોટિસ પણ મોકલી હતી. તેના ભાઈ મનદીપને પણ દીપે NIAએ નિટિસ મોકલવી હતી. ઓફિસરે બન્ને ભાઈઓને સિખ ફોર SFJ સંગઠન વિશે પૂછપરછ કરી હતી. ત્યારે દિપ સિદ્ધૂ એ કહ્યું હતું કે આ પ્રકારના કોઇ પણ સંગઠન સાથે તેનું કોઇ કનેક્શન નથી.
ગત વર્ષે આંદોલન દરમિયાન કિસાન યુનિયનની લીડરશીપને લઇને સવાલ ઉભા કર્યા હતાં. આ દરમિયાન તેણે શંભુ મોર્ચા નામથી નવું ખેડૂત સંમેલન જાહેર કર્યું હતું. ત્યારે તેના મોર્ચાને ખાલિસ્તાન સમર્થિત ચેનલોએ સમર્થન આપ્યું હતું.
Women's Day: મળો બૉડી પૉઝિટીવિટી ક્વીન ફાલ્ગુની વસાવડાને
4th March, 2021 14:21 ISTતાજમહેલના બન્ને દરવાજા કરવામાં આવ્યા બંધ, વિસ્ફોટક મૂકાયાની મળી સૂચના
4th March, 2021 11:18 ISTCoronavirus India News: છેલ્લા 24 કલાકમાં નોંધાયા કોરોનાના 17407 કેસ
4th March, 2021 11:05 ISTસેક્સ સીડી પ્રકરણમાં કર્ણાટકના પ્રધાને આપ્યું રાજીનામું
4th March, 2021 10:00 IST