Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > રાજપથ જેવી જ હશે ટ્રૅકટર પરેડ

રાજપથ જેવી જ હશે ટ્રૅકટર પરેડ

25 January, 2021 11:29 AM IST | New Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

રાજપથ જેવી જ હશે ટ્રૅકટર પરેડ

ટ્રૅકટર પરેડ

ટ્રૅકટર પરેડ


કેન્દ્ર સરકારના કૃષિ ક્ષેત્રે સુધારા માટેના ત્રણ કાયદા વિરુદ્ધ આંદોલન કરતા ખેડૂતો આવતી કાલે રાષ્ટ્રના પ્રજાસત્તાક દિને ૧૦૦ કિલોમીટરની ટ્રૅક્ટર-પરેડ યોજવાની તૈયારી કરી રહ્યા છે. દિલ્હીની ગાઝીપુર, સિંધુ અને ટિકરી સરહદો પર ધરણાં કરતા ખેડૂતોના આંદોલનનો ગઈ કાલે ૬૦મો દિવસ હતો. આંદોલનકારી ખેડૂત સંગઠનોના આગેવાનોએ ગયા શનિવારે તેમને ૨૬ જાન્યુઆરીએ ટ્રૅક્ટર-રૅલી યોજવા માટે દિલ્હી પોલીસની પરવાનગી મળી હોવાનો દાવો કર્યો હતો. આ પરેડમાં દરેક રાજ્યોના ખેડૂતો પોતાની અલગ-અલગ રેલી કાઢશે. તેમજ રાજપથ જેવી જ ઝાંકી પણ તૈયાર કરવામાં આવશે.

પંજાબના માળવા પ્રાંતના ખેડૂતનેતા અને ભારતીય કિસાન યુનિયન એકતાના પ્રમુખ જોગિન્દર સિંહે જણાવ્યું હતું કે ‘હાલમાં દિલ્હીની સરહદો પર જેટલા ખેડૂતો છે, એના કરતાં વધારે ખેડૂતો મંગળવારની રૅલી માટે દૂર-દૂરથી ટ્રૅક્ટર્સમાં આવી રહ્યા છે. પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ અને રાજસ્થાન તથા અન્ય પ્રાંતોના ખેડૂતો દિલ્હી તરફ આવવા માટે વારાફરતી રવાના થવા માંડ્યા છે. ખેડૂતોની ટ્રૅક્ટર-પરેડ માટે સંગઠનોના સ્વયંસેવકોને ચોક્કસ કામોની વહેંચણી કરવામાં આવી છે. એક લાખ કરતાં વધારે ટ્રૅક્ટર્સમાં ખેડૂતો દિલ્હીમાં પરેડ કરશે અને મહિલાઓ ઓપન ટ્રૉલીમાં તેમને સાથ આપશે.’



પેટ્રોલ પંપવાળાઓએ ટ્રૅક્ટરમાં તેલ આપવાની રોક લગાવી દીધી


ગણતંત્ર દિવસે દિલ્હીમાં ખેડૂતોની ટ્રૅક્ટર-રૅલી યોજાવાની છે, જેને લઈને અત્યારથી જ તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. જોકે પેટ્રોલ પંપવાળાઓએ ટ્રૅક્ટરમાં તેલ આપવાની રોક લગાવી દીધી છે. આ પ્રકારનું વિચિત્ર ફરમાન પૂર્વાંચલના ગાઝીપુર પોલીસે જાહેર કર્યું છે. પોલીસ સ્ટેશનના ઉચ્ચ અધિકારીઓ દ્વારા તેમના વિસ્તારમાં આવતા પેટ્રોલ પંપના સંચાલકોને કલમ ૧૪૪ સીઆરપીસી અંતર્ગત નોટિસ જાહેર કરી કહેવામાં આવ્યું છે કે ૨૬ જાન્યુઆરીના રોજ ખેડૂતો દ્વારા અલગ-અલગ જગ્યાઓ પર ટ્રૅક્ટર-માર્ચ તથા અન્ય કાર્યક્રમો કરવાના પ્લાનને જોતાં ટ્રૅક્ટર-માર્ચ પર પ્રતિબંધ લગાવી દીધો છે. સૈદપુર પોલીસ સ્ટેશનના હેડ તરફથી શનિવારના રોજ આ પ્રકારની નોટિસ સોશ્યલ મીડિયા પર વાઇરલ થઈ રહી છે, જેને પેટ્રોલ પંપ પર ચિપકાવી દેવામાં આવી છે. ત્યારે હવે આ બાબતને લઈને ખેડૂતોમાં પણ રોષ જોવા મળ્યો છે. બીજા બાજુ જિલ્લા પોલીસ વડાનું પણ આ અંગે મોઢું સિવાઈ ગયું છે.


Whatsapp-channel Whatsapp-channel

25 January, 2021 11:29 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK