Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > આજે સરકાર-ખેડૂત આગેવાનો વચ્ચે વધુ એક બેઠક યોજાશે

આજે સરકાર-ખેડૂત આગેવાનો વચ્ચે વધુ એક બેઠક યોજાશે

09 December, 2020 12:33 PM IST | New Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આજે સરકાર-ખેડૂત આગેવાનો વચ્ચે વધુ એક બેઠક યોજાશે

આજે સરકાર-ખેડૂત આગેવાનો વચ્ચે વધુ એક બેઠક યોજાશે


કૃષિ કાયદાના વિરોધમાં ખેડૂત સંગઠનો દ્વારા ગઈ કાલે ભારત બંધનું એલાન આપવામાં આવ્યું હતું. દેશનાં કેટલાંક રાજ્યોમાં ભારત બંધની અસર જોવા મળી રહી છે. દેશમાં ઘણી જગ્યાએ ટાયરો સળગાવી અને હાઇવે પર ચક્કાજામ કરી વિરોધ કરવામાં આવી રહ્યો છે. સાથે જ પોલીસ દ્વારા પ્રદર્શનકારીઓની અટકાયત કરાઈ રહી છે. જયપુરમાં બીજેપીની ઑફિસની બહાર કૉન્ગ્રેસ-બીજેપીના કાર્યકરો સામસામે આવી ગયા હતા અને તેમની વચ્ચે પથ્થરમારો થયો હતો. ત્યારે વધુ વાત કરવામાં આવે તો આજે સરકાર અને ખેડૂત આગેવાનો વચ્ચે વધુ એક વખત બેઠક યોજાશે.

બીજેપી શાસિત ૧૭માંથી ૧૫ રાજ્યમાં પણ ખેડૂત આંદોલનના સમર્થનમાં આપવામાં આવેલા ભારત બંધની અસર જોવા મળી છે. બિહારના દરભંગામાં રાષ્ટ્રીય જનતા દળના કાર્યકરોએ રસ્તાઓ પર દેખાવો કર્યા. અહીં ગંજ ચોકમાં રસ્તાઓ પર ટાયરો સળગાવવામાં આવ્યાં છે. આરજેડી ખેડૂતોએ આપેલા ભારત બંધનું સમર્થન કરી રહી છે. કર્ણાટકમાં કૉન્ગેસ નેતાઓએ દેખાવો કર્યા.



કલકત્તામાં જ જાદબપુર રેલવે સ્ટેશન પર લેફ્ટ કાર્યકર્તાઓએ ટ્રેન રોકી હતી. ભુવનેશ્વર રેલવે સ્ટેશન પર દેખાવકારોએ ટ્રેન રોકી હતી. કૃષિ કાયદાઓની વિરુદ્ધ પંજાબ અને અન્ય રાજ્યોના ખેડૂતો દિલ્હી બૉર્ડર પર છેલ્લા ૧૩ દિવસથી આંદોલન કરી રહ્યા છે. ખેડૂતો સતત ખેડૂત કાયદા પરત લેવા માટેની માગણી કરી રહ્યા છે. એના મુદ્દે સરકાર સાથે અત્યાર સુધી પાંચ તબક્કામાં બેઠકો થઈ ચૂકી છે. અગાઉ પણ ભારત બંધનું આહવાન કરવામાં આવ્યું હતું. જોકે આજે ૯ ડિસેમ્બરે યોજાનારી સરકાર સાથેની વાતચીતમાં જોડાવાની સંમતિ પણ વ્યક્ત કરી હતી.


ભારત બંધની દેશભરમાં કેવી અસર?

  • ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં સમાજવાદી પાર્ટીના કાર્યકર્તાઓએ ટ્રેનને રોકી હતી.
  • આંધ્ર પ્રદેશના વિજયવાડામાં લેફ્ટ પાર્ટીઓના ખેડૂતોના સમર્થનમાં ધરણાં
  • ઓડિશામાં લેફ્ટ પાર્ટી, ટ્રેડ યુનિયન અને ખેડૂત સંગઠનો દ્વારા ભુવનેશ્વર રેલવે સ્ટેશન પર ટ્રેન રોકવામાં આવી
  • બિહારના દરભંગામાં આરજેડીના કાર્યકર્તાઓએ કૃષિ કાયદાના વિરોધમાં ટાયરો સળગાવ્યાં
  • પશ્ચિમ બંગાળમાં ટ્રેડ યુનિયનોએ ખેડૂતોના સમર્થનમાં માર્ચ કાઢી
  • આમ આદમી પાર્ટીએ આરોપ લગાવ્યો છે કે કેન્દ્રની પોલીસે દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલના ઘરને નજરકેદ કર્યા છે
  • કર્ણાટકમાં કૉન્ગેસ નેતાઓએ દેખાવો કર્યા
  • કલકત્તામાં જ જાદબપુર રેલવે સ્ટેશન પર લેફ્ટ કાર્યકર્તાઓએ ટ્રેન રોકી હતી
  • દિલ્હીમાં ગાજીપુર બૉર્ડર પર મહિલા ખેડૂતોએ મોરચો સંભાળ્યો.
  • બિહારમાં જુદાં-જુદાં શહેરોમાં રાજદના કાર્યકર્તાઓ રસ્તા પર ઊતર્યા.

Whatsapp-channel Whatsapp-channel

09 December, 2020 12:33 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK