Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > Fake TRP વચ્ચે BARC 3 મહિના માટે મૂકશે ચેનલોની રેટિંગ પર પ્રતિબંધ

Fake TRP વચ્ચે BARC 3 મહિના માટે મૂકશે ચેનલોની રેટિંગ પર પ્રતિબંધ

15 October, 2020 01:31 PM IST | Mumbai
Gujarati Mid-Day Online Correspondent | gmddigital@mid-day.com

Fake TRP વચ્ચે BARC 3 મહિના માટે મૂકશે ચેનલોની રેટિંગ પર પ્રતિબંધ

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


Fake Rating Row વચ્ચે રેટિંગ એજન્સી BARC (Broadcast Audience Research Council)એ આગામી ત્રણ મહિના માટે ટીવી ચેનલ્સની સાપ્તાહિક રેટિંગ પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લીધો છે. છેલ્લા કેટલાક દિવસમાં ડુપ્લિકેટ રેટિંગ અને ટીઆરુી માટે કરવામાં આવતા કથિત ઘોટાળા પર મોટો વિવાદ સર્જાયો છે અને આની ઝપટમાં અનેક નાની-મોટી ન્યૂઝ ચેનલ્સ આવી ગઈ છે, જેના પછી એજન્સીએ પોતાની સિસ્ટમની સંપૂર્ણ તપાસ કરવા માટે ત્રણ મહિના સુધી સપ્તાહિક રેટિંગ અટકાવી દીધી છે. રેટિંગ્સનું નિલંબન અંગ્રેજી, હિન્દી, ક્ષેત્રીય ભાષાઓ અને બિઝનેસ ન્યૂઝ ચેનલ્સ પર લાગૂ રહેશે.

BARCએ ગુરુવારે એક નિવેદન જાહેર કરીને કહ્યું કે 'BARC પોતાની સિસ્ટમની તપાસ કરે છે. આ માટે ન્યૂઝની કેટેગરીથી પ્રક્રિયા શકૂ કરવામાં આવી રહી છે. એજન્સી બધી ન્યૂઝ ચેનલ્સની સાપ્તાહિક રેટિંગ પબ્લિશિંગ અટકાવી રહી છે. આ પ્રક્રિયામાં 8થી 12 અઠવાડિયા લાગી શકે છે. સિસ્ટમની ટેસ્ટિંગને BARCની ટૅક કૉમ. જોઇ રહી છે. એજન્સીની ચર્ચાઓ રાજ્ય અને ભાષાના માનકો પર દર્શકોનો સાપ્તાહિક આંકડો જાહેર કરતી રહેશે.'



રેટિંગ એજન્સીએ પોતાના નિવેદનમાં કહ્યું કે, આ પહલું તેમણે 'મોટી કેટેગરીઝના ડેટાની રિપોર્ટિંગ અને રેટિંગ માપવા માટે પોતાની હાલની સિસ્ટમની સમીક્ષા કરવાનો નિર્ણય લીધો છે, જેથી તેની સંખ્યાને વધારે મજબૂત કરી શકાય અને આની સાથે છેડછાડ કરવાની  શક્યતા પર પ્રતિબંધ મૂકી શકાય.'


જણાવવાનું કે ડુપ્લિકેટ રેટિંગ મામલે રિપબ્લિક ટીવી સહિત અન્ય ત્રણ ચેનલની રેટિંગ સાથે છેડછાડ કરવા અને એડ રેવેન્યૂ કમાવવા માટે ડુપ્લિકેટ નરેટિવ તૈયાર કરવાના આરોપમાં તપાસ થઈ રહી છે. રિપબ્લિક ટીવી સિવાય આમાં એક ફક્ત મરાઠી અને એક બૉક્સ સિનેમાનું નામ આવ્યું છે. બે ટીવી ચેનલના માલિકોની ધરપકડ કરવામાં આવી છે અને રિપબ્લિકના ડિરેક્ટર અને પ્રમોટર્સ વિરુદ્ધ તપાસ થઈ રહી છે. 

આ ગોટાળામાં સૌથી મોટું નામ રિપબ્લિક ટીવીનું આવ્યું છે. ચેનલ વિરુદ્ધ એવા કેટલાક દર્શકોના નિવેદન પણ આવ્યા છે, જેમણે જણાવ્યું કે તેમને ટીવી ન જોવા છતાં ચેનલ ઑન રાખવા માટે કહેવામાં આવ્યું હોય અને આ માટે પૈસા આપવામાં આવતાં હતા.


Whatsapp-channel Whatsapp-channel

15 October, 2020 01:31 PM IST | Mumbai | Gujarati Mid-Day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK