આજના મોલ્ડ કલ્ચરમાં લોકોને ઈમાનને બદલે ઇમેજમાં વધુ રસ પડે છે

Published: 29th November, 2014 06:30 IST

આજે પ્રત્યેક વ્યક્તિએ સેલ્ફ-ઍનૅલિસિસ કરવાની હૅબિટ કેળવવાની જરૂર છે. જ્યાં સુધી સ્વમાં ચેન્જ નહીં આવે ત્યાં સુધી કશું બદલાશે નહીં.


(બિન્દાસ બોલ- યુનુસ દલાલ સોશ્યલ વર્કર, કુર્લા)

આજે લોકોમાં શિક્ષણ વધતું જાય છે, પણ સંસ્કારનો ઘટાડો થઈ રહ્યો છે. આજની યંગ જનરેશનને જ જુઓ. આખો દિવસ ક્યાં તો કમ્પ્યુટર અથવા તો મોબાઇલમાં જ ઘૂસેલી દેખાય છે. આજે વાંચન પણ સાફસૂથરું રહ્યું નથી. એક જમાનો હતો જ્યારે એમાં અશ્લીલ સાહિત્યને પ્રવેશ સુધ્ધાં મળતો નહોતો. આજે સાહિત્ય હોય કે ટીવી પર આવતી મોટા ભાગની સિરિયલો - દરેક જગ્યાએ સડો ઘૂસી ગયો છે. સેક્સ અને સક્સેસ જીવનનો મંત્ર બનતાં જઈ રહ્યાં છે. શિક્ષણ તમને સક્સેસ તરફ દોરી જશે, પણ જીવનમાં સિદ્ધાંતો કે સમજણ નહીં હોય તો તમારું જીવન ખેદાનમેદાન થઈ જશે એ આજના યુથને કોણ સમજાવશે? આપણી ગૌરવ કરી શકાય એવી સંસ્કૃતિ પણ ભુલાતી જાય છે. સીધી-સરળ મજાક-મસ્તી છેડછાડનું સ્વરૂપ લેવા લાગી છે. ખરી રીતે તો કોઈ પણ વ્યક્તિની પસંદગી વખતે આપણે શું ધ્યાનમાં લેવું જોઈએ? એની ડિગ્રી કે જીવનમૂલ્યો? જોકે કશું કહેવા જેવું નથી. આજના મૉલ અને મોબાઇલવાળા કલ્ચરમાં ઈમાન કોરાણે મુકાતું જાય છે અને ઇમેજમાં લોકોને વધુ રસ પડવા લાગ્યો છે.

Loading...
 

સંબંધિત સમાચાર

     
    This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK