સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબૂક પર કાંદાની એક તસવીરને માત્ર એટલા માટે હટાવી દેવાઈ કારણ કે તે વધુ પડતી સેક્સી દેખાતી હતી.
કેનેડાની એક વ્યક્તિ બીજ વેચવાનો વેપાર કરે છે. તેના ફેસબૂક પેજ પર તેણે કાંદાની તસવીર સાથે એક જાહેરાત પોસ્ટ કરી હતી, પરંતુ થોડાક જ સમયમાં ફેસબૂકે આ તસવીરને 'વધુ પડતી સેક્સી' ગણાવી હટાવી દીધી હતી.
કાંદાની સામાન્ય લાગતી જાહેરાતમાં ફેસબૂકની અત્યાધુનિક ટેક્નોલોજીને કંઈક 'અલગ' દેખાયું. સૂત્રોના જણાવ્યા મુજબ ગેઝ સીડ કંપનીની એક એડ ફેસબૂક પેજ પર પોસ્ટ કરવામાં આવી. જાહેરાતમાં લખાયું છે, 'ઓનિયન, વાલા વાલાસ, 1.99 ડોલર.' જાહેરાતમાં અન્ય વિગતો આપવામાં આવી છે. જોકે, કાંદાની તસવીર સાથેની આ જાહેરાત સામાન્ય દેખાય છે.
જોકે, ફેસબૂકની અત્યાધુનિક ટેક્નોલોજીને ડુંગળીની તસવીરને 'સ્તન' સમજી બેઠી અને જાહેરાતને 'વધુ પડતી સેક્સી' ગણાવી. ન્યુફાઉન્ડલેન્ડ સિૃથત કંપનીના મેનેજર જેક્સ મેકલીને જણાવ્યું કે, 'મારૂં માનવું છે કે કાંદાના બે ગોળાકારને ટેક્નોલોજી 'કંઈક અલગ' સમજી હશે.'
મેકલીને ફેસબૂક પર કાંદાની તસવીરનો સ્ક્રીન શોટ પોસ્ટ કરીને લખ્યું કે, 'અમારા વાલા વાલા કાંદા સીડની જાહેરાતમાં ઉપયોગમાં લેવાયેલા ફોટોને ફેસબૂકે હમણાં જ 'વધુ પડતો સેક્સી' ગણાવ્યો છે. તમને તેમાં કંઈ અલગ દેખાય છે?' તેમણે પાછળથી ફેસબૂકને આ પ્રતિબંધની પુન: સમિક્ષા કરવા વિનંતી કરી હતી.
આ સમાચાર વાયરલ થયા પછી ફેસબૂક કેનેડાના પ્રતિનિિધ મેગ સિન્ક્લેરે કબૂલાત કરતાં કહ્યું કે, અમે અમારી એપ પર ન્યુડિટીને દૂર રાખવા માટે ઓટોમેટેડ ટેક્નોલોજીનો ઉપયોગ કરીએ છીએ, પરંતુ કેટલીક વખત તે વાલા વાલાની કાંદાને ઓળખતી નથી. તમે સમજી શકો છો. અમે જાહેરાતને પાછી મૂકી દીધી છે.
બ્રિટનમાં આશ્રય મેળવવા માલ્યા ગૃહપ્રધાન પ્રીતિ પટેલના શરણે
24th January, 2021 13:16 ISTલૉઇડ ઑસ્ટિન બન્યા અમેરિકાના પહેલા અશ્વેત સંરક્ષણમંત્રી
24th January, 2021 13:14 IST૫૧ કરોડ ચૂકવીને પાકિસ્તાને છોડાવ્યું મલેશિયાએ તાબામાં રાખેલું વિમાન
24th January, 2021 13:13 ISTભારતે રસી મોકલતાં બ્રાઝિલે સંજીવની લઈ જતા હનુમાનની તસવીર પોસ્ટ કરી આભાર માન્યો
24th January, 2021 13:11 IST