મુંબઈથી ગુજરાત જતી ટ્રેનોમાં વધારાના કોચની સુવિધા કરાઈ

Published: Feb 04, 2020, 11:00 IST | Mumbai

બાંદરા ટર્મિનસ, દાદર અને મુંબઈ સેન્ટ્રલથી ઊપડતી ભાવનગર એક્સપ્રેસ, પાલિતાણા સુપરફાસ્ટ, ભુજ સયાજીનગરી એક્સપ્રેસ, જામનગર એક્સપ્રેસ, ભુજ એક્સપ્રેસ અને ડબલ ડેકર ટ્રેનમાં વધારાના કોચની સુવિધા ઊભી કરાઈ

ભારતીય રેલવે
ભારતીય રેલવે

હાલમાં લગ્નની સીઝન ચાલી રહી છે ત્યારે ટ્રેનોમાં વેઇટિંગ લિસ્ટ ઘટાડવા પશ્ચિમ રેલવે દ્વારા મુંબઈથી ગુજરાત જતી અને આવતી ટ્રેનોમાં થોડા સમય માટે વધારાના એસી કોચ, ચૅરકાર અને સ્લીપર કોચ જોડવામાં આવ્યા છે.

પશ્ચિમ રેલવે દ્વારા જુદી જુદી ૩૬ જેટલી જોડી ટ્રેનોમાં અસ્થાયી રૂપથી વધારાના કોચ જોડવામાં આવ્યા છે, જેમાં બાંદરા ટર્મિનસ, દાદર અને મુંબઈ સેન્ટ્રલથી ઉપડતી ભાવનગર એક્સપ્રેસ, પાલિતાણા સુપરફાસ્ટ, ભુજ સયાજીનગરી એક્સપ્રેસ, જામનગર એક્સપ્રેસ, ભુજ કચ્છ એક્સપ્રેસ અને ડબલ ડેકર ટ્રેનમાં વધારાના કોચની સુવિધા ઊભી કરાઈ છે.

બાંદરા ટર્મિનસ – પાલિતાણા સુપરફાસ્ટ એક્સપ્રેસ ટ્રેનમાં એક વધારાનો સ્લીપિંગ કોચ ઉમેરવામાં આવશે. આ સુવિધા તા.૭ ફેબ્રુઆરીથી તા.૨૮ ફેબ્રુઆરી સુધી અને પાલિતાણાથી આ સુવિધા તા. ૮ ફેબ્રુઆરીથી તા.૨૯ ફેબ્રુઆરી સુધી રહેશે.

દાદર–ભુજ સયાજીનગરી એક્સપ્રેસ ટ્રેનમાં એક વધારાનો એસી થ્રી ટિયર કોચ ઉમેરવામાં આવ્યો છે. આ વધારાના કોચની સુવિધા દાદરથી શરૂ થઈ છે જે તા.૧ માર્ચ સુધી તથા ભુજથી મુંબઈ આવતા તા. ૨૯ ફેબ્રુઆરી સુધી રહેશે.

બાંદરા ટર્મિનસ–ભુજ કચ્છ એક્સપ્રેસ ટ્રેનમાં એક વધારાનો એસી થ્રી ટિયર કોચ ઉમેવામાં આવ્યો છે. બાંદરાથી તેની શરૂઆત થઈ છે અને તા.૧ માર્ચ સુધી તથા ભુજથી બાંદરા આવતા આ સુવિધા તા. ૨૯ ફેબ્રુઆરી સુધી રહેશે.

બાંદરા ટર્મિનસ–ભાવનગર એક્સપ્રેસ ટ્રેનમાં એક વધારાનો સ્લીપિંગ કોચ રહેશે. આ વધારાના કોચની સુવિધા બાંદરાથી તા. ૪ ફેબ્રુઆરીથી તા. ૩ માર્ચ સુધી રહેશે. જ્યારે ભાવનગરથી બાંદરા માટે આ સુવિધા શરૂ કરી છે જે તા. ૨૯ ફેબ્રુઆરી સુધી ઉપલબ્ધ રહેશે.

બાંદરા ટર્મિનસથી જામનગર એક્સપ્રેસ ટ્રેનમાં એક વધારાનો સ્લીપિંગ કોચ ઉમેરવામાં આવ્યો છે. જેની સુવિધા તા. ૧ માર્ચ સુધી મળશે. જામનગરથી બાંદરા જવા માટે ગઈ કાલથી આ સુવિધા શરૂ થઈ છે જે તા.૨ માર્ચ સુધી મળશે.

બાંદરા ટર્મિનસ–ભુજ એક્સપ્રેસ ટ્રેનમાં એક વધારાનો એસી ટુ ટિયર અને એક એસી થ્રી ટિયર કોચ ઉમેરવામાં આવશે. જેની સુવિધા શરૂ થઈ છે અને તે તા.૨૮ ફેબ્રુઆરી સુધી મળશે. જ્યારે ભુજથી બાંદરા આવતા આ સુવિધા ગઈ કાલથી શરૂ કરી છે અને તા. ૨૯ ફેબ્રુઆરી સુધી વધારાનો કોચ મુસાફરોને ઉપલબ્ધ રહેશે.

આ પણ વાંચો : ટ્રાન્સહાર્બર પર દોડતી એસી લોકલ ટ્રેન સંદર્ભે પ્રવાસીઓને મૂંઝવણ

મુંબઈ સેન્ટ્રલ – અમદાવાદ ડબલ ડેકર એક્સપ્રેસ ટ્રેનમાં એક વધારાનો એસી ચૅરકાર કોચ ગઈ કાલથી ઉમેરવામાં આવ્યો છે. જે તા.૨૯ ફેબ્રુઆરી સુધી ઉપલબ્ધ રહેશે. વડોદરાથી મુંબઈ આવતા આ સુવિધા તા.૨૯ ફેબ્રુઆરી સુધી મળશે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK