જીએસટી રિટર્ન ભરવાની મુદત લંબાવો

Published: 18th October, 2020 09:38 IST | Rohit Parikh | Mumbai

ધ ગુડ્સ ઍન્ડ સર્વિસિસ ટૅક્સ પ્રૅક્ટિશનર્સ અસોસિએશન ઑફ મહારાષ્ટ્ર દ્વારા બૉમ્બે હાઈ કોર્ટમાં પિટિશન દાખલ કરાઈ

રાજ શાહ,પ્રેસિડેન્ટ, ધ ગુડ્સ ઍન્ડ સર્વિ​સિસ ટૅક્સ  પ્રૅક્ટિશનર્સ અસોસિએશન ઑફ મહારાષ્ટ્ર
આલોક મહેતા, વાઇસ-પ્રેસિડેન્ટ, ધ ગુડ્સ ઍન્ડ સર્વિસિસ ટૅક્સ પ્રૅક્ટિશનર્સ અસોસિએશન ઑફ મહારાષ્ટ્ર
આશિષ મહેતા, ડિરેક્ટર જનરલ, ફેડરેશન ઑફ અસોસિએશન્સ ઑફ મહારાષ્ટ્ર
રાજ શાહ,પ્રેસિડેન્ટ, ધ ગુડ્સ ઍન્ડ સર્વિ​સિસ ટૅક્સ પ્રૅક્ટિશનર્સ અસોસિએશન ઑફ મહારાષ્ટ્ર આલોક મહેતા, વાઇસ-પ્રેસિડેન્ટ, ધ ગુડ્સ ઍન્ડ સર્વિસિસ ટૅક્સ પ્રૅક્ટિશનર્સ અસોસિએશન ઑફ મહારાષ્ટ્ર આશિષ મહેતા, ડિરેક્ટર જનરલ, ફેડરેશન ઑફ અસોસિએશન્સ ઑફ મહારાષ્ટ્ર

રોહિત પરીખ
મુંબઈ ઃ કોરોના વાઇરસને લીધે માર્ચ મહિનાથી લૉકડાઉન થતાં વેપારીઓ અનેક મુશ્કેલીઓમાંથી પસાર થઈ રહ્યા છે એવા સંજોગોમાં જીએસટી કાઉન્સિલે જીએસટી રિટર્ન ભરવાની મુદત ૨૦૨૦ની ૩૧ ઑક્ટોબરને વધારીને ૨૦૨૧ની ૩૧ માર્ચ સુધી લંબાવવી જોઈએ એવી માગણી સાથે ધ ગુડ્સ ઍન્ડ સર્વિસિસ ટૅક્સ પ્રૅક્ટિશનર્સ અસોસિએશન ઑફ મહારાષ્ટ્ર દ્વારા મુંબઈ હાઈ કોર્ટમાં રિટ પિટિશન ફાઇલ કરવામાં આવી છે. હાઈ કોર્ટે જીએસટી કાઉન્સિલને આ સંદર્ભે ૨૭ ઑક્ટોબર સુધી જવાબ આપવા જણાવ્યું છે. જો કાઉન્સિલ જવાબ આપવામાં નિષ્ફળ જશે તો કોર્ટ જીએસટી રિટર્ન ભરવાની મુદત વધારવાનો નિર્ણય લેશે.
નાણાકીય વર્ષ ૨૦૧૭-’૧૮ માટે ફૉર્મ ૯/૯ સી ફાઇલ કરવાની છેલ્લી તારીખ ૧૨ ફેબ્રુઆરી હતી અને ૨૦૧૭-’૧૮ માટે ફૉર્મ ફાઇલ કર્યા વિના ૨૦૧૮-’૧૯ માટેનું રિટર્ન ફાઇલ કરવું શક્ય ન હોવાથી ૨૦૧૮-’૧૯નું રિટર્ન ફાઇલ કરવાની યુટિલિટી ૨૯ ફેબ્રુઆરી સુધી કરવામાં આવી હતી. જોકે માર્ચ મહિનામાં લૉકડાઉન જાહેર થતાં આ રિટર્નની તારીખ ઑક્ટોબર સુધી લંબાવવામાં આવી છે, પરંતુ હજી મુંબઈ અને મહારાષ્ટ્રમાં લૉકડાઉન જેવી જ પરિસ્થિતિ છે.
ધ ગુડ્સ ઍન્ડ સર્વિસિસ ટૅક્સ પ્રૅક્ટિશનર્સ અસોસિએશન ઑફ મહારાષ્ટ્રના પ્રેસિડેન્ટ રાજ શાહે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમારી સંસ્થા એક મોટી પ્રૅક્ટિશનર્સ સંસ્થા હોવાથી અમે અનેક વખત જીએસટી કાઉન્સિલ, કેન્દ્રીય નાણાપ્રધાન, રાજ્યના નાણાપ્રધાન, મહારાષ્ટ્રના જીએસટી કમિશનર, સીજીએસટી કમિશનર-મુંબઈ અને પુણે સમક્ષ નાણાકીય વર્ષ ૨૦૧૮-’૧૯નાં ફૉર્મ નાઇન અને નાઇન-સી નોંધવાની નિયત તારીખ લંબાવવાની મુદત માટે રજૂઆત કરી હતી. એ સમયે ૩૧ ઑક્ટોબર સુધી મુદત લંબાવવામાં આવી હતી.
અસોસિએશનના વાઇસ-પ્રેસિડેન્ટ આલોક મહેતાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મહારાષ્ટ્રમાં અને એમાં પણ ખાસ કરીને મુંબઈમાં કોરાના વાઇરસના કેસ સતત વધી રહ્યા છે. કેન્દ્ર અને રાજ્ય સરકાર બન્નેએ અનલૉક જાહેર કર્યા બાદ પણ અમુક લિમિટેડ સ્ટાફ સાથે ઑફિસો અને દુકાનો ખોલવાની છૂટ આપી છે. હજી મુંબઈમાં લોકલ ટ્રેનો બંધ છે. પબ્લિક ટ્રાન્સપોર્ટમાં પણ અમુક નિયંત્રણો સાથે અવરજવર કરવા મળે છે. મુંબઈની ઑફિસોમાં સ્ટાફ અને એમાં પણ વિશેષરૂપે અનેક ઑફિસોના અકાઉન્ટન્ટ વસઈ, વિરાર, બદલાપુર અને અંબરનાથ જેવાં દૂરનાં ઉપનગરોમાંથી આવે છે, પરંતુ લોકલ ટ્રેન બંધ હોવાથી અને ઇમર્જન્સી સેવા આપી રહેલા સ્ટાફ માટે જ ચાલતી હોવાથી દૂરનાં ઉપનગરોમાંથી સ્ટાફ આવતો નથી. એની સીધી અસર ઑફિસનાં કામ પર થઈ રહી છે. આ પરિસ્થિતિમાં વેપારીઓ અને દુકાનદારો માટે ટૅક્સનાં રિટર્ન ભરવાં અત્યંત મુશ્કેલભર્યું છે. સ્ટાફની વાત છોડો, અનેક વેપારીઓ અને પ પ્રૅક્ટિશનર્સ પણ આજની તારીખમાં તેમની ઑફિસોમાં પહોંચી શકતા નથી.’
આની સામે જીએસટી કાઉન્સિલે બધા જ ઉદ્યોગપતિઓ અને વેપારીઓને તેમના જીએસટીનાં રિટર્ન જીએસટી ઍક્ટ હેઠળ સમયસર ભરવાની તાકીદ કરી છે, એમ જણાવતાં રાજ શાહ કહે છે કે ‘એક બાજુ સરકારે જ હજી સિનિયર સિટિઝનોને વર્ક ફ્રૉમ હોમ કરવાની સલાહ આપી છે. ઘરની બહાર નીકળવા સામે લાલઝંડી બતાવી છે. થોડા દિવસથી તો જીએસટીની વેબસાઇટ પણ બંધ પડી છે ત્યારે જીએસટીનાં રિટર્ન ભરવાં અશક્ય છે.’
જોકે નાણાં મંત્રાલય તરફથી મુદત વધારવા માટે કોઈ સકારાત્મક અભિગમ અપનાવાયો ન હોવાથી અમે આ બાબતમાં મુંબઈ હાઈ કોર્ટમાં રિટ પિટિશન ફાઇલ કરીને મુદત વધારવાની માગણી કરી છે. મુદત વધારવાથી સરકારને રેવન્યુમાં કોઈ જ લૉસ નથી, એમ જણાવતાં રાજ શાહે કહ્યું હતું કે ‘કોર્ટે જીએસટી કાઉન્સિલને ૨૭ ઑક્ટોબર સુધીનો સમય આપ્યો છે. ત્યાર બાદ કોર્ટ પોતાનો આદેશ જાહેર કરશે. સરકારે પણ અત્યારે વેપારીઓ અને ઉદ્યોગપતિઓની મુશ્કેલીનો પણ વિચાર કરીને આ મુદ્દે સૌને સહકાર આપવાની જરૂર છે.’
મુંબઈ અને મહારાષ્ટ્રનાં ૭૮૧થી વધુ વેપારી સંગઠનોનું નેતૃત્વ કરી રહેલા ફેડરેશન ઑફ અસોસિએશન્સ ઑફ મહારાષ્ટ્રના ડિરેક્ટર જનરલ આશિષ મહેતાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘માર્ચ મહિનાથી વેપારીઓ તેમનો બિઝનેસ બચાવવા સરકારનો સાથ-સહકાર માગી રહ્યા છે. અમે સરકાર સાથે જ છીએ. આમ છતાં અત્યાર સુધી અનેક વાર અમારા અસોસિએશન તરફથી કેન્દ્ર અને રાજ્યના નાણાપ્રધાન અને જીએસટી કાઉન્સિલ સામે જીએસટી રિટર્ન ભરવા માટે ફક્ત થોડા મહિનાના સમયની માગણી કરી છે, પણ સરકાર આ મુદ્દે ટસની મસ થતી નથી. અમારો અત્યારે ધ ગુડ્સ ઍન્ડ સર્વસિસ ટૅક્સ પ પ્રૅક્ટિશનર્સ અસોસિએશન ઑફ મહારાષ્ટ્રને સંપૂર્ણ સાથ છે. જરૂર પડશે તો અમે પણ કોર્ટમાં જઈશું.’

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK