ભાનુશાલી વાડીમાં માનસિક રીતે અક્ષમ બાળકોએ બનાવેલી વસ્તુઓનું પ્રદર્શન

Published: 10th October, 2012 08:25 IST

મોબાઇલના કવરથી લઈને ઇમિટેશન જ્વેલરી જેવી ૬૦ વસ્તુઓ :  વેચાણમાંથી થયેલી આવક બાળકો માટે જ વાપરવામાં આવશેઘાટકોપરના સ્ત્રી નિકેતન મંડળ દ્વારા આવતી કાલે અને ગુરુવારે યોજાયેલા દિવાળીમેળામાં ચેમ્બુરના તિલકનગરમાં આવેલી સુલભા સ્કૂલ ફૉર સ્પેશ્યલ ચિલ્ડ્રનમાં ભણતાં માનસિક રીતે અક્ષમ બાળકોએ બનાવેલા હૅન્ડમેડ મોબાઇલ કવરથી લઈને ઇમિટેશન જ્વેલરી સુધીની ૬૦થી વધુ વસ્તુઓ જોવા અને ખરીદવા મળશે. આ વસ્તુઓના વેચાણમાંથી થયેલી આવક આ બાળકોને જ આપવામાં આવે છે. આ દિવાળીમેળો સવારે અગિયારથી રાતના આઠ વાગ્યા સુધી ઘાટકોપર-ઈસ્ટના તિલક રોડ પર આવેલી ભાનુશાલી વાડીમાં ખુલ્લો રહેશે.

સુલભા સ્કૂલનાં ટ્રસ્ટી મંજુ ગડાએ આ સંદર્ભમાં વધુ માહિતી આપતાં મિડ-ડે LOCALને કહ્યું હતું કે ‘અમારી સ્કૂલમાં અમે બાળકોને સ્વાવલંબી બનવાનું શીખવીએ છીએ, પણ બાળમજૂરી કરાવતા નથી. અમે ૧૮ વર્ષથી ઉપરની વયનાં બાળકોને અમારી વર્કશૉપમાં હૅન્ડમેડ વસ્તુઓ બનાવતાં શીખવીએ છીએ જેથી આ બાળકો સ્વાવલંબી બનીને એક નૉર્મલ બાળકની જેમ તેમના જીવનમાં આગળ વધી શકે. અમારી સ્કૂલમાં જ ભણતા એક બાળકની માતા કુસુમ સંઘવીએ સ્ત્રી નિકેતન મંડળ દ્વારા આયોજિત દિવાળીમેળામાં અમારાં બાળકોએ બનાવેલી ૬૦થી વધુ નાની-મોટી વસ્તુઓ જે દરેક જણના ઘરમાં રોજિંદા ઉપયોગમાં આવી શકે એનો સ્ટૉલ રાખ્યો છે.’

સ્કૂલના પેરન્ટ્સ અસોસિએશનનાં પ્રમુખ કુસુમ સંઘવીએ મિડ-ડે LOCALને કહ્યું હતું કે ‘આ દિવાળીમેળામાં અમુક વસ્તુઓને બાદ કરતાં સૌથી મોટી આઇટમ ૧૦૦ રૂપિયાની છે. રસોડામાં કામ કરતા પહેરવાનો એપ્રન, કપડાના બટવા, બુકમાર્ક, ચપાટી મેટ, નાનાં-મોટાં કવર, ઑફિસ-ફાઇલ, ફોલ્ડર, ફલાવર, લૉન્ડ્રી-બૅગ, માર્કેટ-બૅગ, તુલસી વૃંદાવન, ડસ્ટર, લિક્વિડ ક્લીનર, હૅન્કરચીફ, જ્વેલરીમાં નેકલસ અને બ્રેસલેટ, પેપર-કપ્સ, અવનવી મીણબત્તીઓ, દીવડાઓ, લૅમ્બ્સ જેવી અનેક વસ્તુઓ આ મેળામાં અમારા સ્ટૉલ-નંબર ૨૭ પર જોવા મળશે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK