શું ખરેખર લોકલ ટ્રેનો ૧૫ ડિસેમ્બરથી સામાન્ય જનતા માટે શરૂ થશે? અનામી સૂત્રો તરફથી મળેલી માહિતી મુજબ રાજ્ય સરકાર અને રેલવેના અધિકારીઓની આગામી મીટિંગ ૧૧ અને ૧૨ ડિસેમ્બરે યોજાશે, જેમાં ૧૫ ડિસેમ્બરથી ટ્રેનો શરૂ કરવા સંદર્ભે વિચારણા કરવામાં આવશે.
આ સંદર્ભે ગુરુવારે ૩ ડિસેમ્બરે રેલવેએ શહેરના નાગરિકોને આવી કોઈ પણ અફવા પર વિશ્વાસ ન મૂકવા જણાવતાં કહ્યું હતું કે હાલમાં આવી કોઈ બાબત વિચારણા હેઠળ નથી. અમને જ્યારે પણ રાજ્ય સરકાર તરફથી સામાન્ય નાગરિકો માટે લોકલ ટ્રેન શરૂ કરવા સંબંધે દરખાસ્ત મળશે ત્યારે અમે ભેગા મળીને સંયુક્તપણે નિર્ણય લઈશું તેમ જ રેલવે બોર્ડના આદેશ સાથે સંકલન કરીશું. જોકે હાલમાં પસંદગીની શ્રેણીના વર્ગના લોકો સિવાય સામાન્ય જનતા માટે ટ્રેનની મુસાફરી શરૂ કરવા માટે કોઈ તારીખ નિશ્ચિત કરવામાં આવી નથી એમ મધ્ય રેલવેના ચીફ પીઆરઓ શિવાજી સુતારે કહ્યું હતું.
'સ્કિન ટૂ સ્કિન કૉન્ટેક્ટ વગરનો સ્પર્શ યૌન અપરાધ નથી' - SCએ મૂક્યો સ્ટે
27th January, 2021 13:24 ISTMaharashtra School Reopen: 5 થી 8 ધોરણના વિદ્યાર્થીઓ માટે ખુલ્લી શાળા
27th January, 2021 12:51 ISTMumbai Local: મધ્ય રેલવેની લોકલ સેવા ઠપ્પ, આ સ્ટેશન વચ્ચે ટ્રેકમાં ગરબડ
27th January, 2021 11:07 ISTપાકિસ્તાનની જેલમાં 18 વર્ષથી બંધ મહિલા પાછી ફરી ભારત, કહ્યું....
27th January, 2021 11:07 IST