મુંબઈ મહાનગરપાલિકાના દરેક કર્મચારીને વિનામૂલ્ય કોવિડ-19 વૅક્સિન લેવાના ત્રણ અવસર આપવામાં આવશે. મુંબઈ મહાનગરપાલિકા ક્ષેત્રમાં કોવિડ-19 વૅક્સિનેશનની પ્રક્રિયા સરળતાથી પાર પડે તેની વ્યવસ્થા સંભાળવા માટે રચાયેલા ટાસ્ક ફોર્સની મીટિંગમાં ઉક્ત નિર્ણય લેવામાં આવ્યો હતો. મહાનગરપાલિકાની અખબારી યાદીમાં જણાવવામાં આવ્યા પ્રમાણે પાલિકાના પ્રત્યેક કર્મચારીનું નામ ત્રણ વખત યાદીમાં મુકાશે. જો એ કર્મચારી ત્રણમાંથી એકપણ વખત રસી મુકાવવા નહીં જાય તો તેનું નામ યાદીમાંથી હટાવવામાં આવશે.
હાલમાં કોરોના વૅક્સિનેશનના પ્રથમ તબક્કામાં હેલ્થ-વર્કર્સ અને ફ્રન્ટલાઇન-વર્કર્સને રસી આપવામાં આવે છે. અૅડિશનલ મ્યુનિસિપલ કમિશનર સુરેશ કાકાણીએ પાલિકાના દરેક વિભાગને તેમના કર્મચારીઓને વૅક્સિન ઉપલબ્ધ કરાવવા તેમની રીતે અલગ આયોજન કરવાની સૂચનાઓ આપી છે. એ ઉપરાંત પાલિકાના તંત્રે દરેક વિભાગના વડાને તેઓ કોરોના વૅક્સિન લેતા હોય એવી તસવીર તેમના વૉટ્સઅૅપ ગ્રુપમાં શૅર કરવાની પણ સૂચના આપી છે.
Coronavirus Update: મહારાષ્ટ્રના એક હૉસ્ટેલમાં 229 વિદ્યાર્થીઓને કોરોના
25th February, 2021 14:36 ISTમહારાષ્ટ્ર સહિત 9 રાજ્યોમાં વધ્યા છે કેસ, કેન્દ્ર મોકલશે નિષ્ણાતોની ટીમ
25th February, 2021 10:44 IST60 વર્ષથી ઉપરના લોકોને સરકાર ફ્રીમાં કોરોના વૅક્સિન આપશે
25th February, 2021 09:06 ISTસ્કૂલની હૉસ્ટેલમાં રહેતા 229 વિદ્યાર્થીઓ કોરોના-પૉઝિટિવ
25th February, 2021 09:06 IST