Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > ભલે તમે ફોન લૉક કરવા ફેસ આઇડી રાખો, આવી GF હશે તો તમને ધરાર નહીં છોડે

ભલે તમે ફોન લૉક કરવા ફેસ આઇડી રાખો, આવી GF હશે તો તમને ધરાર નહીં છોડે

01 October, 2019 04:38 PM IST |

ભલે તમે ફોન લૉક કરવા ફેસ આઇડી રાખો, આવી GF હશે તો તમને ધરાર નહીં છોડે

ભલે તમે ફોન લૉક કરવા ફેસ આઇડી રાખો, આવી GF હશે તો તમને ધરાર નહીં છોડે


પોતાનો ફોન બીજું કોઈ જ ચેક ન કરી શકે એ માટે આજકાલ પાસવર્ડ, પૅટર્ન, કીકીનું સ્કૅનર અને ફેસ આઇડેન્ટિફિકેશન એમ ઘણીબધી સિક્યૉરિટી આવી ગઈ છે. જોકે સોશ્યલ મીડિયા પર એક ફની વિડિયો અપલોડ થયો છે જેમાં બતાવાયું છે કે તમે ગમેએટલી સિક્યૉરિટી રાખો ગર્લફ્રેન્ડ આગળ તમારું કશું નથી ચાલવાનું. વિડિયોમાં એક છોકરો-છોકરી બાંકડા પર બેઠા છે. બન્ને બૉયફ્રેન્ડ-ગર્લફ્રેન્ડ હોય એવું લાગે છે. બૉયફ્રેન્ડનો ફોન ગર્લફ્રેન્ડ હાથમાં લઈને એમાં તપાસ કરવા જાય છે જોકે તેના આઇફોનમાં ફેસ આઇડેન્ટિફિકેશન લૉક હોય છે. તરત જ છોકરી ફોન તેના બૉયફ્રેન્ડના ચહેરા સામે ધરી દે છે. ચહેરો ચોખ્ખો ન આવે એ માટે છોકરો મોં ઢાંકી દે છે. જોકે કન્યા કંઈ કમ નથી. તે લિટરલી પાછળ જ પડી જાય છે. છોકરો મોં છુપાવે છે અને આજુબાજુ, ઉપર-નીચે મોં ફેરવતો રહ્યો છે, પણ ગર્લફ્રેન્ડ તેને પાછળથી પકડીને પરાણે તેનો ચહેરો આઇફોનની સ્ક્રીન સામે ધરી જ દે છે. જેવું લૉક ખૂલે છે કે પેલી કન્યા ફોન લઈને ભાગી જાય છે અને ભાઈસાહેબ માથે હાથ દઈને બેસી જાય છે. 

બની શકે કે આ વિડિયો નાટ્યાત્મક રીતે જાણીકરીને ફિલ્માવાયો હશે, એમ છતાં એ લોકોને બહુ ગમ્યો છે. ૧.૩ કરોડ વ્યુઝ મળી ચૂક્યા છે અને ૭૪,૦૦૦થી વધુ લાઇક્સ મળી છે.


Whatsapp-channel Whatsapp-channel

01 October, 2019 04:38 PM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK