હિમાચલ પ્રદેશમાં કાતિલ ઠંડીને કારણે એટીએમ પણ થીજી ગયાં

Published: 18th December, 2012 05:57 IST

હિમાચલ પ્રદેશના મોટા ભાગના વિસ્તારોમાં સતત હિમવર્ષાને કારણે રાજ્યભરમાં કૉલ્ડ વેવ ફરી વળી છે. રાજ્યના અનેક વિસ્તારોમાં તો તાપમાનનો પારો સતત ગગડતાં એટીએમ પણ થીજી ગયાં છે. લોકોને એટીએમમાંથી રૂપિયા કાઢવા માટે બપોરે થોડો તડકો નીકળે એની રાહ જોવી પડે છે, કારણ કે ત્યારે ઠંડી થોડી ઓછી થતાં એટીએમ કામ કરતાં થાય છે.ગઈ કાલે રાજ્યના પર્વતીય વિસ્તારોમાં માઇનસ ૧૦થી માઇનસ ૧૭ ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું. લાહૌલ અને સ્પિતીમાં માઇનસ ૮.૬ ડિગ્રી તાપમાન નોંધાયું હતું, જ્યારે સિમલામાં ૪.૨ ડિગ્રી અને મનાલીમાં માઇનસ બે ડિગ્રી તાપમાન નોંધાયું હતું. જોકે દિલ્હી, પંજાબ સહિતનાં ઉત્તર ભારતનાં રાજ્યોમાં હળવો વરસાદ અને વાદળછાયા વાતાવરણને કારણે લઘુતમ તાપમાનમાં થોડો વધારો થયો હતો. જમ્મુ-કાશ્મીરમાં હિમવર્ષાએ થોડો સમય વિરામ લેતાં તાપમાન વધ્યું હતું. ગુલમર્ગ માઇનસ ૭.૬ ડિગ્રી તાપમાન સાથે ખીણ વિસ્તારનું સૌથી ઠંડું સ્થળ હતું. 

એટીએમ = ઑટોમેટેડ ટેલર મશીન

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK