દસ વાર લગ્ન કર્યા પછી પણ આ બહેનને હજી મિસ્ટર રાઇટ કહી શકાય એવો પતિ નથી મળ્યો

Published: 30th October, 2020 08:36 IST | Gujarati Mid-day Correspondent | Washington

એક પછી એક તેઓ લગ્ન કરતાં ગયાં અને ન ફાવ્યું તો છૂટાં પણ પડતાં ગયાં

કૅસી
કૅસી

લગ્ન પછી પતિ સાથેનું જીવન કેવું હશે એની કલ્પનાઓ તો દરેક યુવતી કરતી હશે, પણ કોઈની કલ્પના સો ટકા સાકાર થઈ નથી. મોટા ભાગે યુવક-યુવતીઓ લગ્નસંબંધમાં થોડુંઘણું સમાધાન કરીને સંબંધ ટકાવી જ લેતા હોય છે, પણ અમેરિકામામાં રહેતા કૅસી નામનાં બહેન તેમને જોઈતા મિસ્ટર રાઇટને મેળવવા માટે એટલા ચીકણા છે કે એક પછી એક તેઓ લગ્ન કરતાં ગયાં અને ન ફાવ્યું તો છૂટાં પણ પડતાં ગયાં. હાલમાં તેઓ દસમા પતિ સાથે લગ્નજીવન વિતાવી રહ્યા છે, પણ એમાંય તેમને ફાવતું નથી એટલે દસમી વાર ડિવોર્સ લેવાનાં છે.

હજી નવાઈની વાત એ છે કે દસ-દસ વાર સંબંધમાં નિષ્ફળતા મળ્યા છતાં બહેનને અગિયારમા લગ્ન કરવાં છે. તેમના સૌથી લાંબાં લગ્ન આઠ વર્ષ ટકેલાં અને સૌથી ટૂંકાં લગ્ન છ મહિનામાં જ અંત પામ્યા હતા. હાલમાં ૫૬ વર્ષનાં કૅસીને દસ લગ્ન તૂટ્યાં હોવાનો નથી કોઈ રંજ, નથી કોઈ દુખ. તેઓ તો માત્ર પોતાનો મિસ્ટર રાઇટ મળે અેની આશામાં હજીયે લગ્ન કરવા માગે જ છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK