વિયેટનામના ઉત્સાહી યુવાનોએ કાર્ડબોર્ડમાંથી ચાલી શકે એવી કાર અને મોટરસાઇકલની પ્રતિકૃતિ બનાવી

Published: Mar 16, 2020, 09:43 IST

રમકડા જેવી દેખાતી આ કાર અને મોટરસાઇકલ વાસ્તવમાં ચાલે છે.

લાકડાની બાઇક
લાકડાની બાઇક

વિયેટનામના કેટલાક ઉત્સાહી યુવાનોએ કાર્ડબોર્ડમાંથી મોંઘી સ્પોર્ટ્સ કાર અને મોટરસાઇકલની ચલાવી શકાય એવી પ્રતિકૃતિ તૈયાર કરી ઇન્ટરનેટ પર સફળતા મેળવી છે.

એનએચઈટી ટીવીની યુટ્યુબ ચૅનલ પર આ યુવાનોએ ભંગારમાંથી મળેલો સામાન, વપરાયેલા કાર અને મોટરબાઇકના પાટ‍્‌‌ર્સ તેમ જ ઘણાં બધાં કાર્ડબોડ‍્‌‌ર્સનો ઉપયોગ કરીને આ પ્રતિકૃતિ તૈયાર કરી છે. રમકડા જેવી દેખાતી આ કાર અને મોટરસાઇકલ વાસ્તવમાં ચાલે છે.

આ યુવાનો એનએચઈટી ટીવી પર વર્ષોથી કાર્ડબોર્ડ્સનાં અદ્ભુત મૉડલ રજૂ કરતા આવ્યા છે અને એ લોકોમાં આકર્ષણ પણ જન્માવી શક્યાં છે. આ પ્રકારે પ્રતિકૃતિ બનાવવાના કામમાં યુવાનોને આનંદ મળતો જોઈને લોકો તેમના કામને વધુ પસંદ કરી રહ્યા છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK