ચા પીધા વિના પોલીસ દળના આ લાડકા અશ્વની સવાર નથી પડતી

Published: 1st December, 2019 10:19 IST | England

ઇંગ્લૅન્ડમાં લિવરપુલ અવે લૅન્કશર પાસેના મર્સિસાઇડ શહેરના પોલીસ દળનો લાડકો અશ્વ ‘જૅક’ સવારે ચા પીધા વગર કામ શરૂ કરતો નથી.

ઘોડો
ઘોડો

ઇંગ્લૅન્ડમાં લિવરપુલ અવે લૅન્કશર પાસેના મર્સિસાઇડ શહેરના પોલીસ દળનો લાડકો અશ્વ ‘જૅક’ સવારે ચા પીધા વગર કામ શરૂ કરતો નથી. ૧૫ વર્ષથી મર્સિસાઇડ પોલીસની કામગીરી દરમ્યાન જૅકને ચા પીવાનો ચસકો લાગ્યો છે. ૨૦ વર્ષના જૅકે એક વખત આકસ્મિક રીતે એની સવારી કરનારના કપમાંથી ઘૂંટડો ભર્યા પછી એને ચા પીવાની આદત પડી ગ, છે. ત્યાર પછી જૅકને રોજ એની સવારી કરનાર રાઇડરના કપમાં જીભ ફેરવવાની આદત પડી ગઈ. એ બધું જોઈને મર્સિસાઇડ પોલીસે સવારની ચાની યાદીમાં જૅકનું નામ ઉમેર્યું છે. લિવરપુલના અલર્ટનના તબેલામાં રોજ જૅકને ખાસ મોટા મગમાં ચા આપવામાં આવે છે. એ રીતે ગરમ ચા પીધા વગર જૅકને કામ શરૂ કરવાનું મન થતું નથી.

પણ વાંચો : વિશ્વનું સૌથી નક્કર ફાઇબરનું બનેલું આ જૅકેટ સ્ટીલ કરતાં 15 ગણું મજબૂત છે

જૅકના ચા પીવાના શોખ અને શૈલી વિશે મર્સિસાઇડ પોલીસના અધિકારીએ સોશ્યલ નેટવર્કિંગ સાઇટ ટ્વિટર પર લખેલી પોસ્ટમાં જણાવ્યું હતું કે સ્કીમ્ડ મિલ્ક અને બે શુગર ક્યુબ્સ નાખેલી ચા પીધા પછી જ જૅક એનું કામ શરૂ કરે છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK