પુલવામા એન્કાઉન્ટરઃ અથડામણમાં 3 આતંકી ઠાર, એક જવાન શહીદ

Updated: May 16, 2019, 11:44 IST | પુલવામા

પુલવામા એન્કાઉન્ટરમાં સુરક્ષા દળો અને આતંકીઓ વચ્ચે આજે અથડામણ થઈ. જાણકારી અનુસાર ડાલીપોરા વિસ્તારમાં આ મુઠભેડ થઈ રહી છે.

જમ્મૂ કશ્મીરમાં ફરી એકવાર અથડામણ
જમ્મૂ કશ્મીરમાં ફરી એકવાર અથડામણ

જમ્મૂ-કશ્મીરના પુલવામામાં સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચેની મુઠભેડમાં 3 આતંકી ઠાર મારવામાં આવ્યા છે. આ મુઠભેડમાં એક જવાન શહીદ થયા હોવાના પણ સમાચાર છે. જાણકારી અનુસાર, પુલવામાના ડાલીપોરા વિસ્તારમાં આ મુઠભેડ થઈ રહી છે. બંને તરફથી ફાયરિંગ થઈ રહી છે. સેનાએ આખા વિસ્તારમાં ઘેરાબંધી કરી કર્ફ્યૂ લગાવ્યો છે.

જમ્મૂ-કશ્મીરના પુંછ જિલ્લામાં બુધવારે LOC પાસે એક સુરંગમાં વિસ્ફોટમાં સેનાનો એક જવાન ઘાયલ થઈ ગયો. મેંઢર જિલ્લાના દબાસી જિલ્લામાં આ ઘટના બની.

આ પણ વાંચોઃ જમ્મુ કાશ્મીરઃસરહદી અરનિયા વિસ્તારમાંથી પકડાયું પાકિસ્તાની કબૂતર

છેલ્લા કેટલાક દિવસથી આતંકીઓ કાંઈક વધુ જ સક્રિય નજર આવી રહ્યા છે. એક પછી એક અનેક મુઠભેડ સેના અને આતંકીઓ વચ્ચે થઈ રહી છે. જો કે આ વખતે ઘાટીમાં હિંસક પ્રદર્શનોમાં 60 ટકા ઘટાડો થયો છે. જેના કારણે પેલેટ ગનના વપરાશમાં પણ ઘટાડો થયો છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK