Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > મુંબઇથી કચ્છ જતી સ્પાઇસ જેટનું ઇમરજન્સી લેન્ડિંગ, મોટી દુર્ઘટના ટળી

મુંબઇથી કચ્છ જતી સ્પાઇસ જેટનું ઇમરજન્સી લેન્ડિંગ, મોટી દુર્ઘટના ટળી

11 July, 2019 01:08 PM IST | Mumbai

મુંબઇથી કચ્છ જતી સ્પાઇસ જેટનું ઇમરજન્સી લેન્ડિંગ, મોટી દુર્ઘટના ટળી

મુંબઇથી કચ્છ જતી સ્પાઇસ જેટનું ઇમરજન્સી લેન્ડિંગ, મોટી દુર્ઘટના ટળી


Mumbai : એક બાજુ દેશ વિદેશમાં વિમાની અકસ્માતના બનાવો વધી રહ્યા છે. બીજી બાજુ વિમાની કંપનીઓ બેદરકારી પૂર્વક વિમાની પ્રવાસીઓના જીવને જોખમમાં નાખી રહી છે. મંગળવાર 9 જુલાઇના રોજ મુંબઈ થી કંડલા આવી રહેલી સ્પાઇસ જેટની ફ્લાઇટના ઉડ્ડયન સંદર્ભે પૂર્વ રાજય મંત્રી અને ગુજરાત ભાજપના વરિષ્ઠ નેતા તારાચંદ છેડાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ફરિયાદ કરીને સ્પાઇસ જેટ એરલાઇન્સની ગંભીર બેદરકારી સામે તપાસ કરી પગલા ભરવાની માંગ કરી છે.


ફ્લાઈટમાં કંડલા જવા માટે મુંબઈ એરપોર્ટ ઉપર બપોરે ૧૨ વાગે આવી ગયેલા પ્રવાસીઓને ફ્લાઈટમાં ટેકિનકલ ખામી છે, અને હજી પોરબંદરથી આવી નથી, એવું કહીને સાંજે ૪/૩૦ વાગ્યા સુધી બેસાડી રખાયા હતા. પછી 5 વાગ્યે ટેકિનકલ ખામી વાળી ફ્લાઈટ પ્રવાસીઓ સાથે કંડલા જવા રવાના થઈ હતી. પણ, અડધો કલાક આકાશમાં ઉડ્ડયન કર્યા બાદ ફ્લાઈટની અંદર જાહેરાત કરાઈ હતી કે, વિમાનમાં ટેકિનકલ ખામી છે,એટલે ફરી મુંબઈ એરપોર્ટ ઉપર ઇમરજન્સી લેન્ડિંગ કરશે. આમ, ફ્લાઇટ મુંબઈ એરપોર્ટ ઉપર પાછી ફરી હતી, અહીં સુધી તો બધાએ મુશ્કેલી સહન કરી, પણ, મુખ્ય મુદ્દો એ છે કે,ટેકિનકલ ખામી હોય તો પ્રવાસીઓ સાથે વિમાન ઉડયું કેમ?, જો કોઈ પણ અકસ્માત સર્જાયો હોત તો?

આ પણ જુઓ : યાદ છે અન્ના કુર્નિકોવા? પૂર્વ ટેનિસ સ્ટાર આજે પણ લાગે છે એટલી જ હોટ

પ્રવાસીઓના જીવની સુરક્ષા સામે જોખમ સજર્યા બાદ માનવતા વિહોણું વર્તન કરીને સ્પાઇસ જેટ મેનેજમેન્ટ દ્વારા મુંબઈ એરપોર્ટ ઉપર પ્રવાસીઓ માટે કોઈ સગવડ કરવામાં ન આવી. એટલું જ નહીં, સ્પાઇસ જેટ મેનેજમેન્ટ દ્વારા સાવ હાથ અદ્ઘર કરી દેવાયા. બધા પ્રવાસીઓ મુંબઈ એરપોર્ટ ઉપર અટવાઈ ગયા. આવા સંજોગોમાં સ્પાઇસ જેટ જેવી વિમાની કંપની વિરુદ્ઘ કાયદેસર કાર્યવાહી કરવાની માંગ વડાપ્રધાન નરેન્દ્રભાઇ સમક્ષ પૂર્વ મંત્રી તારાચંદ છેડાએ કરી છે. ખાનગી વિમાની કંપનીઓના બેદરકારી ભર્યા વલણ સામે દેશભરના વિમાની પ્રવાસીઓની ફરિયાદો વધી રહી છે,ત્યારે હવે કેન્દ્ર સરકારે દરેક એરપોર્ટ ઉપર પ્રવાસીઓ માટે એક કંમ્પ્લેઇન રિસ્પોન્સ સેન્ટર જેવી સિસ્ટમ ઉભી કરવાની જરૂરત છે.


Whatsapp-channel Whatsapp-channel

11 July, 2019 01:08 PM IST | Mumbai

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK