Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > મુંબઇ ઇન્ટરનેશનલ ઍરપૉર્ટ પર હડકંપ, આ વિમાન થયું જ્યારે ઇમરજન્સી લેન્ડ

મુંબઇ ઇન્ટરનેશનલ ઍરપૉર્ટ પર હડકંપ, આ વિમાન થયું જ્યારે ઇમરજન્સી લેન્ડ

08 November, 2020 07:30 PM IST | Mumbai
Gujarati Mid-Day Online Correspondent | gmddigital@mid-day.com

મુંબઇ ઇન્ટરનેશનલ ઍરપૉર્ટ પર હડકંપ, આ વિમાન થયું જ્યારે ઇમરજન્સી લેન્ડ

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


મુંબઇ ઇન્ટરનેશનલ ઍરપૉર્ટ (Mumbai International Airport) પર રવિવારે સાંજે (Sunday Evening) એક આંતરરાષ્ટ્રીય વિમાન (International Flight Emergency Landing)ની ઇમરજન્સી લેન્ડિંગની સૂચનાથી હડકંપ મચી ગયો. કહેવામાં આવ્યું કે હાઇડ્રૉલિક લીકેજને કારણે ઇથોપિયન ઍરલાઇન્સના એક વિમાનનું મુંબઇમાં આપાતકાલીન લૅન્ડિંગ થનાનું છે. ફાયર વિભાગના કર્મચારી ત્રણ ફાયર એન્જિન, એક રેસ્ક્યૂ વેન અને બીજા જરૂરી વાહનો સાથે ઍરપૉર્ટ પર તૈનાત થઈ ગયા. આખરે સંપૂર્ણ સાવચેતીઓ વચ્ચે વિમાનનું સફળ લેન્ડિંગ થયું, જેના પછી ઍરપૉર્ટ પ્રશાસને રાહત અનુભવી.

મળતી માહિતી પ્રમાણે, ઇથોપિયન ઍરલાઇન્સનું એક વિમાન ઇટી 690 રવિવારે રિયાદથી બૅંગલુરુની ઉડાણ પર હતું. રસ્તામાં વિમાનમાં હાઇડ્રૉલિક લીકેજની સમસ્યા ઉભી થઈ. તત્કાલ અધિકારીઓએ અંદરોઅંદર સંપર્ક કરી વિમામને મુંબઇ ઇન્ટરનેશનલ ઍરપૉર્ટ પર ઉતારવાનો નિર્ણય લીધો. મુંબઇ ફાયર ડિપાર્ટમેન્ટને આની સૂચના આપવામાં આવી તો હડકંપ મચી ગયો.




તપાસ પછી ખબર પડશે કારણ
મુંબઇ ઇન્ટરનેશનલ એરપૉર્ટ લિમિટેડના પ્રવક્તાએ જણાવ્યું કે વિમાનનું લેન્ડિંગ સંપૂર્ણપણે સુરક્ષિત રહ્યું. ટૂંક સમયમાં જ ઍરપૉર્ટ પર સ્થિતિ સામાન્ય થઈ જશે. કોઇપણ પ્રકારનું નુકસાન થયું નથી. જો કે, અત્યાર સુધી એ સ્પષ્ટ નથી થયું કે વિમાનમાં આ ખરાબી રિયાદમાંથી ઉડાણ કર્યા પછી આવી કે પહેલાથી જ કોઇક ગરબડ હતી. આની હકીકત હવે તપાસમાં જ સામે આવી શકશે.


Whatsapp-channel Whatsapp-channel

08 November, 2020 07:30 PM IST | Mumbai | Gujarati Mid-Day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK