ગાજિયાદેવીના મંદિરે દર્શન કરવા દાદરા ચડવા લાગ્યા ગજરાજ

Published: Jul 05, 2020, 09:13 IST | Mumbai correspondent | Uttarakhand

કોરોનાના લૉકડાઉનને કારણે મંદિર બંધ હોવાથી આ હાથીઓએ પાછા ફરવું પડ્યું હતું, પણ ખોરાકની શોધમાં એક હાથીભાઈ તો મંદિરનાં પગથિયાં ચડી ગયા હતા.

ખોરાકની શોધમાં એક હાથીભાઈ તો મંદિરનાં પગથિયાં ચડી ગયા હતા.
ખોરાકની શોધમાં એક હાથીભાઈ તો મંદિરનાં પગથિયાં ચડી ગયા હતા.

ઉત્તરાખંડના કૉર્બેટ ટાઇગર રિઝર્વ નજીકના પ્રખ્યાત ગાજિયાદેવી મંદિરમાં એક ગજરાજ પગથિયાં ચડતો હોય એવો વિડિયો વાઇરલ થયો છે. ૨૮ જૂનની આ ઘટના છે જેમાં ગાજિયાદેવી મંદિરનાં પગથિયાં ચડતો હાથી જોવા મળ્યો હતો. મંદિરની આસપાસ ઘણી દુકાનો હોવાથી ખોરાકની શોધમાં કેટલાક હાથી મંદિર પરિસરમાં આવ્યા હતા. ત્યાં યાત્રાળુઓને પ્રસાદ પણ ચડાવવામાં આવતો હોવાથી કંઈક ને કંઈક ખાવાનું મળી રહેતું હતું. જોકે કોરોનાના લૉકડાઉનને કારણે મંદિર બંધ હોવાથી આ હાથીઓએ પાછા ફરવું પડ્યું હતું, પણ ખોરાકની શોધમાં એક હાથીભાઈ તો મંદિરનાં પગથિયાં ચડી ગયા હતા. મંદિરની નજીક નાનાં-નાનાં ઝૂંપડાં છે, જેની આસપાસ આ હાથી ફરતા રહે છે. જ્યારે તેઓ આ વિસ્તારના ગામની નજીક આવે છે ત્યારે હાથીઓને ડરાવીને ભગાવવા માટે સ્થાનિક પોલીસ દ્વારા હવામાં ફાયરિંગ કરવામાં આવે છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK