મધ્યપ્રદેશના સિંગરૌલીમાં રિટાયર્ડ ટીચરને મોકલ્યું 80 ખરબ વીજળીનું બિલ

Published: Jun 06, 2020, 19:42 IST | Gujarati Mid-day Online Correspondent | Mumbai Desk

વીજળી કંપનીએ એક રિટાયર્ડ શિક્ષક રામ તિવારીના ઘરે 80 ખરબ રૂપિયાનું બિલ મોકલી દીધું. રિટાયર્ડ શિક્ષકે પહેલા જ્યારે બિલ જોયું ત્યારે તે ચોંકી ગયા, કારણકે આને તો તે આખી પ્રૉપર્ટી વેચીને પણ નહીં ચૂકવી શકે.

80 ખરબ રૂપિયા આવ્યું વીજળીનું બિલ
80 ખરબ રૂપિયા આવ્યું વીજળીનું બિલ

મધ્ય પ્રદેશમાં લૉકડાઉન દરમિયાન વધારે વીજળીના બિલ મળવાની ફરિયાદ સતત સામે આવી રહી છે, પણ સિંગરૌલીના બૈઢનમાં તો વીજ કંપનીએ મોટું કારનામું કરી બતાવ્યું છે. અહીં વીજળી કંપનીએ એક રિટાયર્ડ શિક્ષક રામ તિવારીના ઘરે 80 ખરબ રૂપિયાનું બિલ મોકલી દીધું. રિટાયર્ડ શિક્ષકે પહેલા જ્યારે બિલ જોયું ત્યારે તે ચોંકી ગયા, કારણકે આને તો તે આખી પ્રૉપર્ટી વેચીને પણ નહીં ચૂકવી શકે. તેમણે તરત જ આની ફરિયાદ વીજ કંપનીના અધિકારીઓને કરી. આટલું વધારે બિલ મળવાને કારણે તે ચિંતાગ્રસ્ત છે અને સતત આને ઘટાડીને યોગ્ય બિલ આપવાની માગ કરી રહ્યા છે.

બિલ સુધારનું કર્યું આવેદન
બિલ મળ્યા પછી ઉપભોક્તા ચિંતાગ્રસ્ત છે અને વીજ વિભાગના અધિકારીઓને અરજી કરીને બિલ સુધારવાની માગ કરી છે.

નથી હોતું આટલું બિલ
બીજી તરફ આ મામલો પ્રકાશિત થયા પછી લોકોએ કહ્યું કે આટલો બિલ તો આખાં જબલપુર રીજનનું નથી આવતું.

viral bill

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે વીજળીનું બિલ
80 ખરબ રૂપિયાનું વીજળી બિલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે. લોકો આમાં કેટલા શૂન્ય લાગેલા છે આ વાચી રહ્યા છે. આ પહેલા આવું વીજળીનું બિલ કોઇએ નથી જોઇ.

બિલ જોઈને વિશ્વાસ નથી થતો કે કોઇ આટલી વીજળી ઉપયોગ કરી શકે છે. ટેક્નિકલ ભૂલ કે પ્રિન્ટિંગ મિસ્ટેક થઈ હશે. આ સંબંધે હું ચીફ ઇન્જિનિયર રીવા સાથે વાત કરીશ. - રીતિ પાઠક, સાંસદ સીધી

અત્યારે આ મામલો મારા ધ્યાનમાં આવ્યો છે, હું જોઈ રહ્યો છું આવી ભૂલો થવાની શક્યતા ઓછી છે, પણ ક્યાં શરૂ થઈ છે તેની તપાસ કરાવવામાં આવશે. - જીપી સિંહ, ચીફ ઇન્જિનિયર એમપીઇબી રીવા સંભાગ

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK