૧૦૨ વર્ષનાં ગુજરાતી બાનો મુંબઈગરાઓને મેસેજ : સિસ્ટમમાં ચેન્જ માટે મતદાન જરૂરી

Published: 15th October, 2014 04:38 IST

તાડદેવમાં રહેતાં તારાલક્ષ્મી મહેતા ૧૦૨ વર્ષનાં છે છતાં મુંબઈમાં ચેન્જ માટે તે જાણે પહેલી વાર વોટિંગ કરવા જતાં હોય એટલાં ઉત્સાહી છે. પોતાના પરવિારના સભ્યોને પણ તે વોટિંગ તો કરવું જ જોઈએ એવું સમજાવીને પ્રોત્સાહિત કરતાં રહે છે.mumbaikar vote


આટલી પાકટ વયે પણ તારાલક્ષ્મી મહેતાનો દવિસ ન્યુઝપેપર વાંચવાથી શરૂ થાય છે અને ટીવી પર પણ નિયમિત સમાચારો જુએ છે. તેઓ પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદીનાં ફૅન છે.

આ માજીએ મુંબઈગરાઓને મેસેજ આપતાં કહ્યું હતું કે ‘જો તમારે સિસ્ટમમાં ચેન્જ લાવવો હોય તો દરેક વ્યક્તિએ વોટ આપવો જોઈએ. તમે મતદાનની ફરજ ન બજાવો તો સિસ્ટમને દોષ પણ ન આપી શકો. ભારતના તમામ નાગરિકોએ વોટ તો આપવો જ જોઈએ. હું છેલ્લાં ૪૦ વર્ષથી વોટ કરું છું.’

આ માજીનાં ૪૦ વર્ષનાં પૌત્રવધૂ મલ્લિકાએ કહ્યું હતું કે ‘મારાં દાદીસાસુ ૧૦૦થી વધુ વર્ષનાં હોવા છતાં ખૂબ જ સ્વસ્થ છે અને વોટિંગની વાત આવે ત્યારે ખૂબ જ ઉત્સાહમાં આવી જાય છે. લોકસભાની ચૂંટણી વખતે પણ તેમણે વોટિંગ કર્યું હતું.’

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK