ગુજરાતમાં આજે અમદાવાદ, સુરત, વડોદરા, જામનગર, રાજકોટ, ભાવનગર મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણી અને જૂનાગઢ મહાનગરપાલિકાની બે બેઠક માટેની પેટાચૂંટણી માટે આજે મતદાન યોજાશે. અમદાવાદમાં એક બેઠક બિનહરીફ જાહેર થઈ છે એથી હવે ૬ મહાનગરપાલિકાની કુલ ૫૭૫ બેઠક માટે કુલ ૨૨૭૬ ઉમેદવાર અને જૂનાગઢ મહાનગરપાલિકાની પેટાચૂંટણી માટે કુલ ૯ ઉમેદવાર હરીફાઈમાં છે, જેમાંથી ૫૭૭ બીજેપીના, ૫૬૬ કૉન્ગ્રેસના, ૯૧ એનસીપીના, ૪૭૦ આમ આદમી પાર્ટીના, ૩૫૩ અન્ય પક્ષના તથા ૨૨૮ અપક્ષ ઉમેદવાર વચ્ચે ચૂંટણીજંગ જામશે.
૬ મહાનગરપાલિકાની ચૂંટણીની આંકડાકીય વિગતો આ મુજબ છે:
કુલ વૉર્ડ |
૧૪૪ |
કુલ બેઠક |
૫૭૫ |
મતદાન-મથકો |
૧૧,૧૨૧ |
સંવેદનશીલ મતદાન-મથકો |
૨૨૫૫ |
અતિસંવેદનશીલ મતદાન-મથકો |
૧૧૮૮ |
પુરુષ મતદારો |
૬૦,૬૦,૪૩૫ |
સ્ત્રી મતદારો |
૫૪,૦૬,૫૩૮ |
કુલ મતદાર |
૧,૧૪,૬૬,૯૭૩ |
ચૂંટણી અધિકારીઓ |
૫૧ |
મદદનીશ ચૂંટણી અધિકારીઓ |
૫૭ |
પોલિંગ સ્ટાફ |
૬૩,૨૦૯ |
પોલીસ સ્ટાફ |
૩૨,૨૬૩ |
ભારતીય ક્રિકેટનું પાવરહાઉસ બની રહ્યું છે ગુજરાત
28th February, 2021 12:28 ISTગુજરાતમાં આજે જિલ્લા અને તાલુકા પંચાયત તેમ જ નગરપાલિકાઓની સામાન્ય ચૂંટણી માટે મતદાન
28th February, 2021 11:45 ISTમહારાષ્ટ્ર સહિત છ રાજ્યોમાં કોરોનાએ ફરી માથું ઊંચક્યું
28th February, 2021 11:30 ISTGujarat: સરકારે કોરોના વેક્સિનની કિંમત જાહેર કરી, આટલા આપવા પડશે
27th February, 2021 17:50 IST