હવે એનઆરઆઇને પણ મળશે વોટનો અધિકાર, ચૂંટણીપંચે કેન્દ્ર સરકારને મોકલ્યો પ્રસ્તાવ

Published: 3rd December, 2020 13:19 IST | Gujarati Mid-day Correspondent | New Delhi

આ એક એવું પગલું છે જેને કંડક્ટ ઑફ ઇલેક્શન રુલ્સ ૧૯૬૧ના સંશોધનના માધ્યમથી લાગુ કરી શકાય છે

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

ચૂંટણીપંચે બિનનિવાસી ભારતીયો પોસ્ટલ બેલટના માધ્યમ દ્વારા ચૂંટણીમાં મતદાન કરી શકે તે માટે કેન્દ્ર સરકારને પ્રસ્તાવ મોકલ્યો છે. આ એક એવું પગલું છે જેને કંડક્ટ ઑફ ઇલેક્શન રુલ્સ ૧૯૬૧ના સંશોધનના માધ્યમથી લાગુ કરી શકાય છે. તેના માટે સંસદની મંજૂરીની પણ જરૂર નહીં પડે.

અહેવાલ મુજબ ચૂંટણીપંચે છેલ્લા એક અઠવાડિયામાં કાયદા મંત્રાલયને જણાવ્યું હતું કે આગામી વર્ષે યોજાનારી આસામ, પશ્ચિમ બંગાળ, કેરળ, તમિલનાડુ અને પુડુચેરીમાં વિધાનસભા ચૂંટણી દ્વારા એનઆરઆઇ મતદાતાઓને ઇલેક્ટ્રોનિક સ્વરૂપમાં પ્રેષિત પોસ્ટલ બેટલ સિસ્ટમનો વિસ્તાર કરવા માટે ટેક્નિકલ રીતે વહીવટી અને ટેક્નિકલ સ્વરૂપમાં પંચ તૈયાર છે. હાલમાં વિદેશમાં રહેતા ભારતીય મતદારો ફક્ત સંલગ્ન મતવિસ્તારોમાં જ પોતાનો મત નાખી શકે છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK