શહીદ કરકરે પરના નિવેદન બાદ ઘેરાયા પ્રજ્ઞા ઠાકુર, ECએ મોકલી નોટિસ

Updated: Apr 20, 2019, 18:08 IST | ભોપાલ

શહીદ હેમંત કરકરે પરના નિવેદન બાદ સાધ્વી પ્રજ્ઞા ઠાકુર ઘેરાયા છે. ચૂંટણી પંચે તેમને નોટિસ મોકલી છે.

સાધ્વી પ્રજ્ઞાની વધી મુશ્કેલી
સાધ્વી પ્રજ્ઞાની વધી મુશ્કેલી

માલેગાંવ બ્લાસ્ટના આરોપી અને મધ્યપ્રદેશના ભોપાલથી ભાજપના ઉમેદવાર પ્રજ્ઞા સિંહ ઠાકુરને ચૂંટણી અધિકારી અને કલેક્ટરે નોટિસ મોકલી છે. પ્રજ્ઞા ઠાકુરને આ નોટિસ 26/11 હુમલામાં શહીદ થયેલા હેમંત કરકરેને સામે કરેલી ટિપ્પણીનું સ્પષ્ટીકરણ આપવા માટે મોકલવામાં આવી છે. સાથે ઈન્દોરમાં કોંગ્રેસના નેતાએ સાધ્વી સામે ફરિયાદ પણ કરી છે.

શું હતું સાધ્વીનું નિવેદન?

ભોપાલમાં ભાજપના કાર્યકર્તાઓ સાથે વાત કરતા ગુરવારે સાંજે સાધ્વી પ્રજ્ઞાએ કહ્યું હતું કે હુમલાઓ દરમિયાન કરકરેનું મોત થઈ ગયું કારણ કે તેમણે શ્રાપ આપ્યો હતો. જો કે જેવું તેમણે આ નિવેદન આપ્યું કે તેને લઈને વિવાદ થયો અને શુક્રવારે જ તેમણે માફી માંગી લીધી હતી. ભોપાલના જિલ્લા ચૂંટણી અધિકારી અને ભોપાલના કલેક્ટર સુદામ ખાડેએ કહ્યું કે અમે નિવેદન પર સંજ્ઞાન લીધું છે અને આ મામલે સહાયક રિટર્નિંગ ઑફિસર પાસેથી રિપોર્ટ માંગ્યો હતો.

આદર્શ આચારસંહિતાનો સાધ્વીએ કર્યો ભંગ

ખાડેએ કહ્યુંકે કાર્યક્રમના આયોજકનને કેટલીક શરતો પર અનુમતિ આપવામાં આવી હતી, કારણ કે આદર્શ આચાર સંહિતા લાગૂ હતી. એક બીજા અધિકારીના અનુસાર કાર્યક્રમને મંજૂરી આપતા પહેલાની નિર્ધારિત શરતો અનુસાર કોઈ વ્યક્તિ વિશેષને બદનામ કરવા માટે આપત્તિજનક ભાષાનો ઉપયોગ કરવા પર પ્રતિબંધ હતો. જામીન પર બહાર સાધ્વીને મકોકા અંતર્ગતના આરોપોમાં અદાલતે રાહત આરી છે, પરંતુ હજું પણ અન્ય આપરાધિક પ્રાવધાનો અંતર્ગત મુકદમો ચાલી રહ્યો છે, જેમાં ગેરકાનૂની ગતિવિધિઓ પણ સામેલ છે.

આ પણ વાંચોઃ ફિલ્મ પછી મોદીની બાયોપિક પર બનેલી વેબ સીરીઝ પણ બૅન

ભાજપે નિવેદનથી ખંખેર્યા હાથ
મહત્વનું છે કે સાધ્વીને ભાજપે ભોપાલથી ઉમેદવાર બનાવ્યા છે. આ જ બેઠકથી પ્રજ્ઞા ઠાકુર કોંગ્રેસના વરિષ્ઠ નેતા દિગ્વિજય સિંહને પણ ટક્કર આપશે. કરકરેની સામે સાધ્વીએ આપેલા નિવેદન બાદ રાજનૈતિક હલચલ પણ તેજ થઈ ગઈ છે. જ્યાં એક તરફ વિપક્ષી દળોએ આ મામલે ભાજપ પર નિશાન સાધ્યું તો બીજી તરફ કોંગ્રેસે આ મામલે વડાપ્રધાન મોદી માફી માંગે તેવી માંગ કરી છે. જો કે ભાજપે પોતાને આ મામલાથી દૂર રાખતા કહ્યું છે કે આ તેમના વ્યક્તિગત વિચારો છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK